આજથી ૩૦ વર્ષ પહેલા જ્યારે આપણાં માતા પિતા એક રૂપિયો કમાઇને આવતા ત્યારે આ એક ખુબ જ મોટી રકમ કહેવાતી હતી. પરંતુ આજે ણતો કોઇ ભિખારીને પણ એક રૂપિયો દેવામાં આવે તો મોઢું બગાડે છે. પરંતુ જો તમારી કિસ્મત સદનશીબે ચાલતી હશે તો આ એક રૂપિયાનો સિક્કો તમને લખપતિ બનાવી શકે છે. આ સિક્કાની જે આપણે વાત કરી રહ્યા છીએ તે વર્ષ ૨૦૦૦ પહેલાનાં સિક્કાની છે.
આંધ્રપ્રદેશનાં ચંદ્રશેખર રોડ પાસે આ પ્રકારનાં સિક્કાઓની દુકાન હતી જે વર્લ્ડ તેલુણુ કોન્ફરન્સની પાસે આવેલી છે. જેમાં યોજાયેલ એક એક્સિબિશન પર તેની દુકાન પર લોકો આવ્યા હતા જેમાના ઘણાં લોકો રૂ૫યા ૧ અને રૂપિયા ૨ની કિંમત ધરાવતાં સિક્કાઓના બદલાવામાં લાખો રૂપિયા આપી ગયા હતા. તે સિક્કાની ખાસ વાત તે હતી કે સિક્કો ૧૯૭૩ની સાલનો હતો જેને મિંટમાં ઢાળવામાં આવ્યો હતો. જે મુંબઇમાં સૌથી જુનાં મિંટોમાનું એક છે. જેનુ નિર્માણ અંગ્રેજો દ્વારા કરવામાં આવ્યું હતું. જે એક વિન્ટેજ સિક્કો હતો.