અબતક,રાજકોટ
સ્થાનકવાસી જૈન મોટા સંઘ, વિરાણી પૌષધશાળાના આંગણે ગોંડલ સંપ્રદાયના પૂ. ગૂરૂદેવ ધીરજમૂનિ મ.સા.ના શુભહસ્તે તા.12.12.21ના નયનાબેન નલીનભાઈ આશરાના સુપુત્રી કુ. રોશનીબેન પારસમૈયા પરિવારના પૂ. નિર્મળાજી મ.સ. પ્રવૃર્ત્તિની પૂ. વનિતાજી મ.સ., પૂ.વિમળાજી મ.સ., આદિ ઠાણાની સમીપે જૈનેશ્ર્વરી દીક્ષા અંગીકાર કરશે.
આ પ્રસંગે તા.4ને શનિવારે સવારે 10 કલાકે રાજકોટના સમસ્ત સંઘોવતી દીક્ષાર્થીનું સન્માન કરાશે. તા.5ને રવિવારે 9.30 થી 10.30 કલાકે સમૂહ દંપતી જાપ અને પ્રવચન તેમજ તા.6ને સોમવારેસવારે મંગલ મૂહૂર્ત પૃચ્છા અને બપોરે 2.30 થી 4 કલાકે મેગા મહિલા જ્ઞાન શિબિરનું મુકતાબેન જયંતિલાલ મહેતા હ. પ્રતિમા હસમુખ મહેતા તરફથી આયોજન કરાયું છે. તા.7ના સમૂહ સામાયિક, તા.8ના સ્વસ્તિક વિધિ તા.9ના મંડપારોપણ તા.10ના મોક્ષમાળા રોપણ અને વીર આવો અમારી સાથે સાયન, ચંદ્રિકાબેન પ્રભુદાસ લાખાણી, તનુજાબેન જી. દોશી પ્રેરિત સમૂહ 999 આયંબિલ તપ યોજાશે. જેના પાસ દરેક ઉપાશ્રયે તેમજ મોટાસંઘની ઓફીસમાથી મળશે.
તા.11ના દીક્ષાર્થીના હસ્તે વરસીદાન અને તા.12ના સવારે 7.15 થી 8.15 માતુશ્રી રમીલાબેન બેનાણી પરિવારના ગૃહાંગણે, રાજપથ બિલ્ડિંગમાં નવકારશી બાદ 8.31 કલાકે શોભાયાત્રા અને ડુંગર દરબાર, હેમુગઢવી હોલમાં ભાગવતી દીક્ષા ઉજવાશે.
દીક્ષા મહોત્સવના સંઘરત્નનો લાભ શાસનદીપક પૂ.ગૂરૂદેવ નરેન્દ્રમૂનિ મ.સા તથા મા. સ્વામી પૂ. જય-વિજયાજી મ.સ.ની સ્મૃત્યર્થે ધર્મવત્સલા બીનાબેન અજયભાઈ શેઠ-કવેસ્ટ ફાઉન્ડેશન (સાયન-મુંબઈ) તેમજ અનુમોદક દાતા તરીકે ચંદ્રિકાબેન શાંતિલાલ ગોપાણી-અમેરીકા, પૂ. પારસમૈયાની સ્મૃતિમાં આશરા પરિવાર, સુશીલાબેન ઈન્દુભાઈ બદાણી, રમાબેન દફતરી અને સનીલ એમ.દોશી, સમરતબેન પ્રભુલાલ મહેતા પરિવાર, ડો. હર્ષદભાઈ અને ચેતનાબેન સંઘવી અમેરિકા, વીર આવો અમારી સાથે મંડળ, કાંતાબેન નંદલાલ જગડ, ગુણવંતીબેન ચંપકલાલ શાહ, સવિતાબેન મહેન્દ્રકુમાર મહેતા, વગેરેએ લીધેલ છે. સંઘ પ્રમુખ હરેશભાઈ વોરા, સંરક્ષક રજનીભાઈ બાવીસીના નેતૃત્વમાં સંઘ જહેમત ઉઠાવી રહેલ છે.
કાલે રાજકોટના સમસ્ત સંઘોવતી સન્માન કરાશે વિવિધ કાર્યક્રમની અવિરત ધારા
રવિવારે સમૂહ દંપતિ જાપ અને પ્રવચન તેમજ તા.6 મૂહૂર્ત પૃચ્છા અને બપોરે મેગા મહિલા શિબિર, તા.10ના સમુહ 999 આયંબિલ તપ આરાધના