જામનગર શહેરમાં રણજીતરોડ પર રતનબાઇની મસ્જિદ પાસે નવાનગર બેંકવાળી ગલીમાં વજીર ફળી પાસે આવેલ સુતરીયા ફળીમાં છેલ્લા 10 વર્ષથી પાણીની પાઇપ લાઇન તથા પાણીની સમસ્યા છે. આ અંગેની અનેક વખત અરજીઓ કરી હોવા છતાં હજુ સુધી કોઇ નિરાકરણ આવ્યું નથી અને પાઇપલાઇન કટાઇ ગયેલ હોવાથી તેમાં પીવાનું પાણી ખરાબ આવતા રહેવાસીઓમાં તંત્ર સામે ભારે રોષની લાગણી જન્મી છે.
શહેરમાં આવેલ સુતરીયા ફળીમાં છેલ્લા 20 દિવસથી પાણીની પાઇપલાઇનનું કામ ચાલુ છે, જેમાં 2ની પાઇપલાઇનમાંથી 4ની પાઇપલાઇન કરી અપાતી નથી અને કોઇ નિરાકરણ આવ્યું નથી. આ 2ની પાઇપલાઇનનું જોડાણ 4ની પાઇપલાઇનમાં જોડાણ કરાયું છે જે 50 વર્ષ જૂની હોવાથી કટાઇ ગઇ હોવાથી ખરાબ હાલતમાં બની ગઇ છે તો કેમ 4ની પાઇપલાઇન કરી આપવામાં આવતી નથી તેમ પણ રહેવાસીઓમાં સવાલો ઉઠયા છે અને સમસ્યાનું હલ કરવા વજીર ફળીમાંથી જ 4ની પાઇપલાઇનનું જોડાણ સુતરીયા ફળી સુધી કરી આપવામાં આવે તેમ પણ માંગ ઉઠવા પામી છે.
આ પાણીની સમસ્યા જેમની તેમ જ રહેવા પામી છે તો આ અંગે રહેવાસીઓએ તંત્રને અરજી કરી જાણ કરી છે તો તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ ઉપરાંત ગ્રાન્ટ પાસ થઇ ગઇ હોવા છતાં કેમ કોઇ કામ કરવામાં નથી આવતું તેમ રહેવાસીઓ સવાલો ઉઠયા છે.