બાળકો એ કુમળા ફુલ જેવા હોય છે જેને કંઇક વધુ માવજતની જરુરત હોય છે. ત્યારે આજના યુગમાં માતા-પિતા પણ એટલાં આતુર હોય છે. કે બાળક જલ્દી મોટુ થાય અને અબલ આવે તેવા સમયે આ માનસિકતાનો લાભ ઉઠાવી ટીવીમાં આપતી જાહેરાતો પણ એવા શબ્દોનો ઉપયોગ કરી ઇમોશનલ અત્યાચાર કરી પોતાની પ્રોડક્ટ વેચી રહી છે એવા ઘણા ડ્રિંક્સ, પાઉડર જેવા ખાદ્ય પદાર્થોને બાળકોનાં વિકાસમાં મદદરુપ થાય છે તેમ ભરમાવે છે. અને માતાપિતા પણ આ વાત પર ભરોસો મુકો પ્રોડક્ટની ખરીદી પણ કરે છે. ત્યારે ખરા અર્થમાં બાળકોને ઘરનું બનાવેલું ભોજન અને ફળ જેટલુ પોષણ આપે છે તેટલુ આ પ્રકારની પ્રોડક્ટસ નથી આપી શકતી આટલું કર્યા બાદ જો બાળકોમાં રમત રમત બાળકોની યાદશક્તિ વધારવી હોય તો તેને મગજની આટલી કસરતો કરાવવી ફાયદાકારક નિવડશે જેમાં બાળકોને યાદ રહે તે રીતે ચીજવસ્તુને લગતા, ખાદ્યપદાર્થોને લગતા તેના સ્વાદ રંગ આકારને લગતા પ્રશ્નો પુછવાના આવે છે.

આ ઉ૫રાંત લેફ્ટ-રાઇટ બાજુ પર કામ કરી શકાય જેમાં બધા રમકડાને કોઇ પણ એક બાજુ રાખવાની પણ રમકડાને કોઇપણ એક બાજુ રાખવાની પણ સુચના આપવી. ત્યાર બાદ દડાની રમતમાં બાળકને એક બાજુ રાખેલી સંડલીમાં દડી મુકવાનું કહેવામાં આવે અને ખાસ એ ડાબી અથવા જમણી બાજુ મુકેલી હોય અને તે બાળકને રોજ કરાવવામાં આવ્યા બાદ બાળકએ બાજુ આપો આપ વળતી થશે જેનાથી તેની સતર્કતા પણ લે છે.

શબ્દો પણ બાળકોની મેમરી વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત ઘરનાં કામોમાં પણ બાળકોનો રસ કેળવાય તેની કાળજી રાખવાથી તેની યાદશક્તિમાં પણ વધારો થાય છે. તેમજ નંબર ગેમ પણ ખૂબ જ ફાયદાકાર રહે છે. તો આ હતી કેટલીક એવી રમતો જેને બાળકો સાથે રમવાથી બાળકોની યાદશક્તિમાં વધારો થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.