ઝુ, ગિર ઇકો સિસ્ટમ, સસ્તન વર્ગ પ્રાણી, પક્ષી જગત, સરીસૃપ વર્ગ, કચ્છ ઇકો સિસ્ટમ અને એજ્યુકેશન કક્ષમાં મુલાકાતીઓને મળે છે સંપૂર્ણ માહિતી
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. ઝુ ખાતે વન્યપ્રાણી સંરક્ષણ બાબતે જાગૃતિ કેળવાય તે હેતુ આધુનિક ઝૂ ઇન્ટરપ્રિટેશન સેન્ટર (મુલાકાતી માહિતી કેન્દ્ર) તૈયાર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓને પર્યાવરણ અંગે માહિતી મળી રહે અને વન્યપ્રાણી સંરક્ષણ બાબતે જાગૃતિ કેળવાય તે હેતુ આધુનિક ઝૂ ઇન્ટરપ્રિટેશન સેન્ટર (મુલાકાતી માહિતી કેન્દ્ર) તૈયાર કરવામાં આવેલ છે. જેમાં વન્યપ્રાણી-પક્ષીઓનાં લાઇફ સાઇઝ મોડેલ્સ, ઇન્ટરેક્ટીવ એક્ટીવીટી તથા વિવિધ માહિતી દર્શાવતી પેનલ્સ પ્રદર્શિત કરવામાં આવે છે. ઝૂ ઇન્ટરપ્રિટેશન સેન્ટરની પ્રવેશ ફી રૂા.10/- તથા પ્રવાસે આવતા શાળા-કોલેજના બાળકો માટે રૂા. 5/- નિયત કરવામાં આવેલ છે. આ સેન્ટરને જોઇને મુલાકાતીઓ ખુબ જ પ્રભાવીત થાય છે અને ખુબ જ સારા રીવ્યુ મળી રહ્યા છે. છેલ્લા 02 (બે) માસ દરમિયાન ઝૂ ઇન્ટરપ્રિટેશન સેન્ટર ખાતે કુલ 26,193 મુલાકાતી પધારતા રાજકોટ મહાનગરપાલિકાને રૂા.2,58,840/-ની આવક થયેલ છે.
પ્રાણી સંગ્રહાલય કક્ષમાં પ્રાણી સંગ્રહાલયનો ઇતિહાસ, વર્તમાન વિકાસ, પ્રદર્શિત વન્યજીવો, મુલાકાતી સુવિધાઓ અને ભાવી વિકાસ અંગેની માહિતી રજુ કરેલ છે. આ ઉપરાંત ઝૂ વેટરનરી હોસ્પીટલ તથા વન્યપ્રાણીઓ માટેનો આઇશોલેશન વોર્ડ વિગેરેને પ્રતીકૃતી રૂપે પ્રદર્શીત કરવામાં આવે છે. ગિર ઇકો સિસ્ટમ કક્ષમાં ગિર-ગિરનાર વૃક્ષો, વન્યપ્રાણી-પક્ષીઓ અને ગિર પરિસર અને ગીર વિસ્તારનાં માલધારીઓની જીવનશૈલી, નેસ વિગેરેને પ્રતીકૃતી રૂપે પ્રદર્શીત કરવામાં આવે છે.
સસ્તન વર્ગનાં પ્રાણીઓ કક્ષમાં ભારતના જુદા જુદા અભયારણોમાં જોવા મળતા સસ્તન વર્ગનાં (બચ્ચાને જન્મ આપતાં) વન્યજીવોની જાતિ, જીવન, વર્તણુંક અને જંગલમાં તેઓનું મહત્વ વિગેરેને પ્રતીકૃતી રૂપે પ્રદર્શીત કરવામાં આવે છે. પક્ષીજગત કક્ષમાં પાણીકાંઠાના પક્ષીઓ, વન-વગડાના પક્ષીઓ, શીકારી પક્ષીઓ તથા ઘાસીય મેદાનના પક્ષીઓ વિગેરેને તેઓના રહેઠાંણ, વર્તણુંક અને જંગલમાં તેઓનું મહત્વ વિગેરેને પ્રતીકૃતી રૂપે પ્રદર્શીત કરવામાં આવે છે. સરીસૃપ વર્ગકક્ષમાં પેટે ઘસડાઇને ચાલતા જુદી જુદી સરિસૃપ પ્રજાતીઓના પ્રાણીઓ જેવા કે વિવિધ સાપ, મગર, ઘરીયલ, કાચબા, ઘો, ગરોળી વિગેરેને તેઓના રહેઠાંણ, જીવન, વર્તણુંક અને જંગલમાં તેઓનું મહત્વ વિગેરેને પ્રતીકૃતી રૂપે પ્રદર્શીત કરવામાં આવે છે કચ્છ ઇકો સિસ્ટમ કક્ષમાં કચ્છનાં રણમાં જોવા મળતા કાંટાળા વૃક્ષો, વન્યપ્રાણી-પક્ષીઓ, ભારતીય ઘુડખર, સુરખાબ પ્રજનન પરિસર, કચ્છ વિસ્તારનાં અગરિયાઓનાં જીવનશૈલી, ભૂંગા વિગેરેને પ્રતીકૃતી રૂપે પ્રદર્શીત કરવામાં આવે છે. એજ્યુકેશન કક્ષમાં પ્રક્રુતિ શિક્ષણ શિબિર અંતર્ગત આવતાં શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓને વન્યપ્રાણી સૃષ્ટિ અને પર્યાવરણ લગત વિવિધ ફિલ્મ-શો બતાવવામાં આવે છે. આ ઉપરાંત શાળા-કોલેજના વિદ્યાર્થીઓને પ્રાણી સંગ્રહાલયની ઉપયોગીતા, વન અને વન્યપ્રાણીઓનું પર્યાવરણની દ્રષ્ટીએ મહત્વ તેમજ લોકોને વન્યપ્રાણી સંરક્ષણ અને સંવર્ધનમાં કેવી રીતે જોડી શકાય વિગેરે બાબતોની માહિતી તજજ્ઞો દ્વારા પ્રેઝનટેશન/લેક્ચર સ્વરૂપે આપવામાં આવે છે.