હવે દેશના લોકો માટે પેમેન્ટ કરવાનું ખૂબ સરળ બની જશે. ભારતીય ટપાલ વિભાગની ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) દેશના તમામ ૧.૫૫ લાખ પોસ્ટ ઓફિસ બેંકની સુવિધા આપશે. આથી દેશના લોકોને પોસ્ટ ઓફિસમાં પણ બેંક જેવી સુવિધા મળશે. વર્ષ ૨૦૧૮ના અંત સુધીમાં તેમના ૩ લાખ કર્મચારીઓ આ સેવા આપવા લાગશે.
IPPBના CEOએ આ અંગેની જાણીકારી આપતા જણાવ્યું છે આગામી વર્ષમાં દેશના તમામ જીલ્લાઓમાં આ પેમેન્ટ બેંક હશે. આ પેમેન્ટ બેંક ફક્ત પેમેન્ટ જ નહિં પરંતુ એક લાખ ‚પિયા સુધીની ડિપોઝીટ પણ સ્વીકારશે. તે કહે છે કે ‘માર્ચ ૨૦૧૮ સુધીનાં દેશના તમામ જિલ્લાઓમાં પોસ્ટ બેંક હશે. અને વર્ષ ૨૦૧૮ના અંત સુધીમાં દેશના તમામ ૧.૫૫ લાખ પોસ્ટ ઓફિસ અને પોસ્ટમેનની પાસે આ સેવાની સુવિધા આપતા ઉપકરણો પણ હશે.
તમને એવો પ્રશ્ન થતો હશે કે શું હશે આ પેમેન્ટ બેંક? તો તમને જણાવી દઇએ આ એક નાના પ્રકારની બેંક હોય છે. જે મુખ્ય રીતે મોબાઇલ ફોનના માધ્યમથી ગ્રાહકો સુધી પોતાની પહોંચ બનાવે છે. જેમાં સુવિધાઓનો લાભ લેવા માટે બેંકની બ્રાંચ સુધી જવાની જ‚ર રહેતી નથી. આ વર્ષની શ‚આતમાં પ્રાવેઇટ કંપની એરટેલે પણ એરટેલ પેમેન્ટ બેંકની શ‚આત કરી હતી. તેની પહોંચ દેશભરના ૨.૫ લાખ દુકાનદારો સુધી છે.