139 મુસાફરો સાથે ઉડતાં વિમાનમાં એકાએક યાંત્રિક ખામી સર્જાતા નાગપુર એરપોર્ટ પર ઉતરાણ કરી મોટી ઘાત ટાળવામાં પાયલોટ સફળ
બેંગ્લોરથી પટના જઇ રહેલી ગો એર એરલાઇન્સનું વિમાન પરથી આજે એક મોટી ઘાત ટળી હતી. 139 મુસાફરો સાથે ઉડી રહેલા વિમાનમાં એકાએક કંઇક ગડબડ થયું હોવાનું અણસાર પાયલોટને આવી જતાં તાત્કાલિક સંતર્ક બનીને નાગપુર એર ઓથોરિટીનો સંપર્ક કર્યો હતો અને વિમાનને જરાપણ વિલંબ કર્યા વગર લેન્ડિગ કરાવવો પડશે તેવો મેસેજ આપતાં નાગપુર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગનું તાબડતોબ કાર્યવાહી કરી હતી અને ક્રૂ મેમ્બર સહિત 139 યાત્રિઓ વાળા વિમાનને તાત્કાલિક લેન્ડિંગ કરાવ્યું હતું.
આ વિમાનમાં ચાલુ સફરે મશીનમાં ખરાબી ઉભી થઇ હતી. ગો એરની ફ્લાઇટ નં. જી-8 873 બેંગ્લોર થી પટના જવા રવાના થઇ ત્યારે બધું ઓકે હતું પરંતુ રસ્તામાં નાગપુર નજીક મશીનમાં ખરાબીના સંકેતોના ર્વોનિંગ આલારામ રળકી ઉઠતા ક્રૂ મેમ્બરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સવારે 11:15 વાગ્યે બનેલી આ ઘટનામાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવી દીધા બાદ મુસાફરોને સલામતી રીતે પ્લેનમાંથી સફાર કાઢીને રિફ્રેશમેન્ટરૂમમાં લઇ જવામાં આવ્યા હતાં.
નાગપુર એરપોર્ટના ડિરેક્ટર આબીદ રૂહીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે મુસાફરો માટે બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી અને પોણા પાંચ વાગ્યે તેમને પટના રવાના કરી દેવામાં આવ્યા હતાં. જે વિમાનને ઇમરજન્સી લેન્ડિંગ કરાવી હતું તેની તપાસ અને ટેકનીકલ ફોલ્ટ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે.