સાયન્ટિફિક લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યા બાદ દર્દીના સ્વેતકણ 5.65 લાખ આવ્યા અને ક્રોસ ચેકિંગ અન્ય લેબોરેટરીમાં કરવામાં આવતાં માત્ર 60 હજાર શ્વેતકણ આવતા ચકચાર
સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્યતંત્રની અવાર-નવાર બેદરકારી સામે આવી રહી છે ત્યારે તે કામ આરોગ્ય તંત્રને કરવા જોઈએ તે કામ આરોગ્યતંત્ર દ્વારા કરવામાં ન આવતા હોવાની રાવ ફરિયાદ પણ ઉઠવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં આરોગ્ય ના નામે દર્દીઓ સાથે ચેડા થતાં હોવાની વારંવાર ફરિયાદો ઉઠવા પામી છે તેને લઈને ચકચાર મચી જવા પામ્યો છે તેવો જ એક કિસ્સો સુરેન્દ્રનગર શહેરની સી જે હોસ્પિટલ ખાતે આવેલી સાયન્ટિફિક લેબોરેટરી ની બેદરકારી સામે આવી છે.
તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અવાર નવાર આ લેબોરેટરીની બેદરકારી સામે આવતી હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની સી.જે હોસ્પિટલ માં આવેલી આ લેબોરેટરીમાં હોસ્પિટલમાં દાખલ દર્દીના શ્વેત કણ અને ચિકન ગુનિયાના રિપોર્ટ કરાવવા માટે ડોક્ટરની સલાહ આપી હતી જેને લઇને દર્દી દ્વારા હોસ્પિટલમાં જ આવેલી લેબમાં રિપોર્ટ કરવામાં આવ્યા હતા.
જ્યારે આ રિપોર્ટ ધાર્યા કરતા પણ બહાર આવ્યા હોવાથી ડોક્ટર પણ ચોંકી ઉઠયા હતા ત્યારે મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર શહેરની આ લેબોરેટરીમાં જે રિપોર્ટમાં સ્વેતકણ 5.65 લાખ આવ્યા હતા તે રિપોર્ટ જોઈ અને ડોક્ટર પણ ચોંકી ઉઠયા પામ્યા હતા અને તાત્કાલિક પણે લેબોરેટરીના સંચાલકોનો સંપર્ક ડોક્ટર દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.
જોકે ડોક્ટર દ્વારા આ રિપોર્ટ આવ્યા બાદ ક્રોસ ચેકિંગ અન્ય લેબોરેટરીમાં આ દર્દીનું કરાવવામાં આવતા તે જ દર્દીના પણ માત્ર 60 હજાર આવા પામ્યા હતા ત્યારે 5 લાખ થી વધુ શ્વેતકણ એક સાથે વધી જાય તેવું કોઈ દિવસ બને નહીં ત્યારે આ રિપોર્ટ આપ્યા બાદ સંચાલકોને જાણ થતાં દર્દી પાસેથી તાત્કાલિક તેમણે આ રિપોર્ટ સંચાલકોએ પરત મેળવ્યો છે અને ત્યાર બાદ સુધારો કરી અને આ રિપોર્ટ દર્દીઓને પરત આપ્યો છે.જ્યારે આ લેબોરેટરી ની બેદરકારી સામે આવતા દર્દીઓમાં પણ રોષની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે અગાઉ પણ ઘણી વખત આ જ લેબોરેટરીમાં ખોટા રિપોર્ટ આવતા હોવાના આક્ષેપો દર્દીઓ દ્વારા કરવામાં આવ્યા હોવાના દાખલાઓ પણ સામે આવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર આરોગ્ય તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે અવાર-નવાર આવા ખોટા રિપોર્ટ આપવામાં આવતા હોય તેને લઈને શહેરી વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે.