8 અરજીઓ મળતા તાકીદે તમામ અરજીઓની કાર્યવાહી પૂર્ણ કરતા મામલતદાર આર.એસ.લાવડીયા
અબતક, રાજકોટ : સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોને રૂ. 50 હજારની સહાય આપવામાં આવી રહી છે. આ સરકારી સહાય સંદર્ભે થાનગઢ તાલુકામાં સરાહનીય કામગીરી કરવામાં આવી છે. જેને પગલે હાલ તાલુકામાં એક પણ અરજી પેન્ડિંગ રહી નથી.
સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં કોરોના સહાય માટે કુલ 8 અરજીઓ મળી હતી. તાલુકા મામલતદાર આર.એસ. લાવડીયા અને તેની ટીમે અંગત રસ લઈ અરજદારોને કોઈ તકલીફ ન પડે તે રીતે આ તમામ અરજીઓ તાકીદે આગળ ધપાવી છે. તમામ અરજીઓ ગ્રાન્ટ કરીને સહાય માટે આગળ મોકલી દીધી છે. જેના પગલે હવે તાલુકામાં એક પણ પેન્ડિંગ અરજી રહી નથી.
ઉલ્લેખનીય છે કે તાલુકા મામલતદાર આર.એસ. લાવડીયા અગાઉ રાજકોટ જિલ્લામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ત્યારે પણ તેઓએ વિવિધ વિભાગોમાં માનવતાવાદી અભિગમ અપનાવી અરજદારોને કોઈ મુશ્કેલી ન પડે તેને કેન્દ્રમાં રાખી શ્રેષ્ઠ કામગીરી કરી કરી છે.