ટેકાના ભાવ મામલે ફાર્મ લોની સુપ્રીમ કોર્ટની કમિટીના સભ્ય અનિલ ઘનવટ અને જય કિસાન આંદોલનના અધ્યક્ષ અવિક સહાએ આપ્યા મંતવ્યો
આપવો જોઈએ
- ટેકાના ભાવનો ઉદ્દેશ્ય છે ગરીબોને મદદ કરવાનો, ટેકાના ભાવ દ્વારા ખેત જણસો લઈને ખાતામાં નાણા જમા કરી તેઓની ગરીબી દૂર કરી શકાય છે.
- ગરીબ ખેડૂતોના ખાતામાં સીધા નાણા જમા કરી કૃષિના ભાવમાં થતી વધઘટને આંશિક રીતે અસર કરી શકે છે સાથે પાક વીમાને પણ વિશ્વાસપાત્ર બનાવી શકે છે.
- ટેકો માત્ર થોડા પાક ઉપર જ આપવામાં આવે તો તેનો મતલબ એ થાય કે આ ખાસ ઉત્પાદન છે અને તે બીજા કરતા કિંમતી બની જાય
- કાયદાકીય ગેરંટી બ્લેક માર્કેટનું સર્જન કરશે અને ખેડૂતોને નીચા ભાવે માલ વેચવાની ફરજ પાડશે
- આ કાયદાને હરિયાળી ક્રાંતિનો પાયો ગણી ખેડૂતોની સમૃદ્ધિનો પ્રારંભ તરીકે ગણવામાં આવે છે. અત્યારે 23થી વધુ ખેત જણસો ઉપર એમએસપી છે પરંતુ મોટાભાગના ઘઉં અને જવ ઉપર જ ટેકાનો ભાવ અપાઈ છે.
- એમએસપીથી ખેડૂતોની આવક બમણી થાય તેવો સરકારનો તર્ક રહેલો છે એમએસપી ખેડૂતોના ફાયદા માટે છે નહીં કે નુકસાન માટે .
ન આપવો જોઈએ
- મુક્ત બજારના નિષ્ણાંતો આ અંગે એવું કહે છે કે એમએસપી માટે સંપૂર્ણ પણે આંતરમાળખાકીય સુવિધા હોવી જોઈએ. વિદેશમાં છે તેવી
- ખેડૂતો પાસે અનાજ સાચવવાની અને તેના પરિવહન માટેની વ્યવસ્થા હોવી જોઈએ.
- સરકારે ડઝનથી વધુ કિસ્સાઓમાં એમએસપીની જાહેરાત કરી છે પરંતુ તેને કાયદેસરતા આપવા માટે જે પ્રક્રિયા કરવી જોઇએ તે થતી નથી. કોઇ પણ સરકારે આને ચૂંટણી મુદ્દો ન બનાવવો જોઇએ.
- જો ટેકાના ભાવે વધુ જણસો સમાવવામાં આવે તો સરકાર ઉપર બોજો વધી શકે છે
- ટેકાના ભાવને કાયમી કરવામાં આવે તો અમેરિકાને જેમ દૂધના ટેકાના ભાવે પાયમાલ કર્યો તેવી પાયમાલી આવી શકે છે.