ફેમિલી સાથે છ મહિના માટે દુબઈ જવાનું હોવાનું કારણ દર્શાવી જિલ્લા કલેકટર સમક્ષ રાજીનામું ધરી દેતા ખળભળાટ
રાજુલા નગરપાલિકા ના પ્રમુખ ઘનશ્યામ લાખણોત્રાએ અમરેલી જીલ્લા કલેકટર ને પ્રમુખ પદે થી રાજીનામું આપેલ છે 2018 માં યોજાયેલ નગરપાલિકાની ચુંટણી માં કોંગ્રેસ ને 28 માંથી 27 સીટ હાંસલ કરેલ હતી અને ભાજપ ફાળે માત્ર એક સીટ ઉપર વિજય મળ્યો હતો આમ કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રથમ મીનાબેન પ્રવિણભાઇ વાઘેલા ને પ્રમુખ પદે બેસાડેલ ત્યાર બાદ એકજ મહિના માં કોંગ્રેસ ના સદસ્યો વિખવાદ ઉભો થયો અને 27 માંથી 18 જેટલા સદસ્યો એ બળવો કરી મીનાબેન પ્રવિણભાઇ વાઘેલા સામે અવિશ્વાસ ની દરખાસ્ત પસાર કરેલ હતી.
ત્યાબાદ કલેકટર દ્વારા નવા પ્રમુખ પદ માટે ચૂંટણી જાહેર કરેલ કોંગ્રેસ સામે બળવો કરનાર 18 સદસ્યો અને ભાજપ એક સદસ્ય થઈને, કુલ 19 સદસ્યો દ્વારા કોંગ્રેસ સામે બળવો કરનાર બાઘુબેન બાલાભાઈ વાણીયાને બીજા પ્રમુખ પદ માટે દરખાસ્ત કરેલ ને કોંગ્રેસ ના નવ સદસ્યો એ જેની સામે 18 સદસ્યો બળવો કરેલ તેવા મીનાબેન પ્રવિણભાઇ વાઘેલા ને ફરી પ્રમુખ પદે માટે દરખાસ્ત કરેલ હતી અને કોંગ્રેસ પક્ષ દ્વારા મીનાબેન વાઘેલા નામનું મેંડેટ મોકલેલ પરંતુ આ મેડેટનો અનાદર કરતા કોંગ્રેસ પક્ષ દ્વારા આ 18 સદસ્યોને પક્ષાંતર ધારા હેઠળ સસ્પેન્ડ કરેલ જેમાં થી ચાર સદસ્યો દ્વારા ફરી ઘરવાપસી કરતા કોંગ્રેસ પક્ષ દ્વારા આ ચાર સદસ્યોને માફી આપેલ ત્યાર બાદ કોંગ્રેસ પક્ષ સામે બળવો કરનાર કાન્તાબેન કિશોર ભાઈ ધાખડાને ત્રીજા પ્રમુખ પદે બેસાડેલ આમ અઢી વર્ષ દરમિયાન ત્રણ મહિલા પ્રમુખ અને બે પુરુષ કાર્યકારી પ્રમુખ પદે રહી નગરપાલિકા નો કાર્યભાર સંભાળ્યો હતો.
મહિલા અનામત ના પ્રમુખ ના અઠી વર્ષ પુર્ણ થતા અઢી વર્ષ માટે પુરૂષ પ્રમુખ પદ અનામત હોવાના કારણે ધારાસભ્ય અંબરીષ ડેર ના અંગત ગણાતા એવા ઘનશ્યામ લાખણોત્રાને કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રમુખ સ્થાને બેસાડેલ શ્રી લાખણોત્રા 15 મહિના પદે શાસન કરેલ પરંતુ કાર્યકાળની સમય અવધિ હજી પુરી નો થય હોવા છતા કોઈ અકળ કારણસર દુબઈ જવાના કરણ દર્શાવી પોતાની પ્રમુખ તરીકે નો કાર્યકાળ બાકી હોવા છતા આજરોજ પોતે પ્રમુખ પદે થી રાજીનામું અમરેલી જીલ્લા કલેકટરને આપ્યુ હતું ને રાજીનામા અંગે પોતાએ જણાવ્યું હતું કે હું મારા ફેમિલી સાથે છ મહિના માટે દુબઈ જાવા નો હોવાને કારણે મારૂં રાજીનામું આપી રહ્યો છું તો અંગત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કે 18 જે કોંગ્રેસ પક્ષ સામે બળવો કરનાર અને કોંગ્રેસ પક્ષના નવ સદસ્યો વચ્ચે સમાધાન થય જતા તે કારણોસર ઘનશ્યામ લાખણોત્રા દ્વારા અમરેલી જીલ્લા કલેકટર કચેરી રૂબરૂ જઈ ને રાજીનામું આપેલ છે લાખણોત્રા છઠ્ઠા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને હવે સાત માં પ્રમુખ પદ માટે કોંગ્રેસ પક્ષ કોને બેસાડે છે તે હવે જોવાનું રહ્યું છે.