ભારતીય હોકી ટીમના વાઇસ કેપ્ટને પણ પેનલ્ટી કોર્નર ફટકારીને ટીમને મજબૂતી આપવા પ્રયત્ન કર્યો હતો
ભારતનો રાષ્ટ્રીય ખેલ હોકીમાં દિન-પ્રતિદિન જે જાગૃતતા આવી જોઈએ તે આવી રહી છે ત્યારે ઓડિશામાં શરૃ થયેલા જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપમાં સર્વ પ્રથમ મેચ ભારત અને ફ્રાન્સ વચ્ચે રમાયો હતો જેમાં ભારતને 5-4 થી પરાજય આપ્યો હતો. વિશ્વ કપના પ્રથમ મેચમાં જ ભારતીય હોકી ટીમના ઉપસુકાની સંજયે હેટ્રિક ગોલ્ડ ફટકાર્યા હોવા છતાં પણ તેમનો પરાજય થયો હતો.
સુકાની સંજય 15 મિનિટ 57 મિનિટ અને ૫૮ મિનિટ પેનલ્ટી કોર્નર દ્વારા ભારતીય ટીમને 3 ગોલ કરાવી મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું ત્યારબાદ દસ મિનિટે ઉત્તમ સિંઘનો એક ગોલ થતા ટીમ મજબૂત સ્થિતિમાં આવી પહોંચી હતી પરંતુ ફ્રાન્સ દ્વારા ફટકારવામાં આવેલા પાંચ બોલ ની સામે ભારત છેલ્લો બોલ ન કરી શકતા પરાજયનો સામનો કરવો પડયો હતો. ફ્રાન્સ તરફથી સુકાની ક્લેમેન્ટ હેટ્રિક ગોલ ફટકાર્યો હતો જ્યારે બેન્જામિન અને કોરએન્ટીને પણ એક એક ગોલ ફટકારી ટીમને વિજય અપાવ્યો હતો.
કાન સામે પ્રથમ મેચમાં જ ભારતને પરાજય મળતા અપસેટ સર્જાયો હતો કારણ કે ભારત ગત વર્ષનો પેન્ડિંગ ચેમ્પિયન હોવાથી આ મેચમાં પણ તે મજબૂત ટીમ સાથે રમત રમશે તેવું જોવા મળ્યું હતું પરંતુ જુનિયર હોકી માં 26માં ક્રમ પર રહેતા ફ્રાન્સે ભારતને હરાવી અપસેટ સર્જ્યો હતો.