પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને એરપોર્ટ ઓથોરિટીના મેનેજરની લગત વિભાગો સાથે સમીક્ષા બેઠક
અબતક, રાજકોટ : જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુની સૂચના તથા માર્ગદર્શન અન્વયે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ વચ્ચે સંકલન તથા સમીક્ષા અર્થે બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર તરફથી પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ તથા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જનરલ મેનેજર લોકનાથ પાધિએ સમગ્ર બેઠકનું નેતૃત્વ કર્યું હતું.
એરપોર્ટની કામગીરીમાં મુખ્ય ત્રણ બાબતોની સમીક્ષા થઈ હતી. જેમાં કમ્પાઉન્ડ વોલ, રનવને ટર્મિનલ બિલ્ડીંગની કામગિરીનો સમાવેશ થાય છે. કમ્પાઉન્ડ વ બનાવવાની કામગીરી 80 ટકા જેટલી પૂર્ણ થઈ છે. રનવે બનાવવાની કામગીરી 62 ટકા પૂર્ણ થઈ છે. જેની ડેટ ઓફ કમ્પ્લીશન ઓગસ્ટ 2022 અંદાજવામાં આવી છે. જ્યારે ટર્મિનલની કામગીરી હમણાં જ શરૂ કરવામાં આવી છે. જેની 2 ટકા જેટલી કામગીરી થઈ છે. આ કામ 18 મહિનામાં પૂર્ણ કરાશે એટલે કે પ્રોજેકટેડ ડેટ ઓફ કમ્પ્લીશન ફેબ્રુઆરી 2023 અંદાજવામાં આવી છે.
બેઠક દરમિયાન બાઉન્ડ્રિ વોલ, જમીનના પ્રશ્નો અન્ય વિભાગ સાથે સંકલન કરી તમામ પ્રશ્નો બાબતે નિરાકરણ લાવવામાં આવ્યું હતું. જે અંગે આગામી સમયમાં જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવશે. જિલ્લા કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું કે ન્યુ ઇન્ટરનેશનલ એરપોર્ટ એ ખૂબ જ મહત્વનો બહુહેતુક પ્રોજેકટ છે. જે સમગ્ર રાજ્ય માટે ઉપયોગી થશે. ઝડપથી નિર્માણ કાર્ય થાય તેવા તમામ પ્રયાસો થઈ રહ્યા છે.
બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ, પાણી પુરવઠા, સિવિલ એવિએશન, પંચાયત વિભાગ, ઇરીગેશન વિભાગ, માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓ તથા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.