સૌરાષ્ટ્ર ના પ્રગતિશીલ અને અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડની ચુંટણીમાં ભાજપે કોંગ્રેસ નો વ્હાઇટ વોસ’ કરી ફરીવાર સતા કબ્જે કર્યા બાદ આગામી તા.26 શુક્રવાર ના જુનાગઢ જીલ્લા રજીસ્ટ્રારની હાજરીમા ચેરમેન,વાઇસ ચેરમેન ની ચુંટણી યોજાનાર છે.ચેરમેન તરીકે તાલુકાના યુવા અગ્રણી અને જીલ્લા ભાજપ મંત્રી અલ્પેશભાઈ ઢોલરીયા નિશ્ચિત મનાય છે.
જો આમ બનશે તો યાર્ડના ઇતિહાસમા નાની વયના ચેરમેન બનનારાં તેઓ પ્રથમ હશે.વાઇસ ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા નુ નામ ફાઈનલ ગણાય છે.ગોંડલ પંથકના મોટા ગજાના ખેડૂત નેતા કનકસિહ જાડેજાના તેઓ પુત્ર છે.આમ પિતાની મજબુત રાજનિતીનો સીધો લાભ ધર્મેન્દ્રસિંહ ને મળી શકે છે.ધર્મેન્દ્રસિંહ યુવાભાજપ મા મહત્વનુ સ્થાન ધરાવે છે.આમ ભાજપ મોવડી મંડળ ની ગુડ બુક મા સ્થાન ધરાવતા બન્ને યુવા સુકાની યાર્ડ નુ સુકાન સંભાળશે એ નક્કી છે.