આંધ્રપ્રદેશ સરકારે સોમવારે રાજ્યમાં ત્રણ રાજધાની બનાવવાના બે કાયદાઓ પાછા ખેચી લીધા હતા જોકે સતાંનું વિકેન્દ્રીકરણ કરવું જરૂરી માનવામાં આવી રહ્યું છે પરંતુ હાલ પૂરતા ત્રણ રાજધાની કાયદો રદ કરવામાં આવ્યા છે કાર્ટુન જો કે રાજ્ય સરકારે એવાતની પણ સ્પષ્ટતા કરી દીધી છે કે આંધ્રપ્રદેશમાં ત્રણ રાજધાની બનાવવા ની દરખાસ્ત ને કાયમ રાખવામાં આવી છે,
પરંતુ નવા કાયદાઓ તમામની સર્વ સંમતિથી કરી બનાવવામાં આવશે જો કે તેની સમય અવધિ કાંઈ નક્કી નથી આંધ્ર પ્રદેશ હાઇકોર્ટમાં નવા રાજધાની શહેરોની રચના સામે થયેલી અરજીની સુનાવણીમાં એટર્ની જનરલ સુબ્રમણિયમ શ્રીરામે હાઇકોર્ટને સરકાર એ બે કાયદાઓ પાછા ખેંચી લીધા ની વાત રજૂ કરી હતી સરકારી સૂત્રોએ જણાવ્યું કે બે કાયદા પાછા ખેંચી લેવાયા છે જોકે તેની સામે આગામી સમયમાં નવી કાયદાકીય જોગવાઈ કરવામાં આવશે.
રાજ્ય સરકારે વિધાનસભામાં આંધ્રપ્રદેશની રાજધાની વિકાસ મંડળ ધારા ૨૦૨૦ અને આંધ્ર પ્રદેશ વિકાસ ને લગતા કાયદા પાછા ખેંચી લીધા હતા જેમાં પ્રથમ કાયદામાં સતાં ના વિકેન્દ્રીકરણ અમરાવતી મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી અને ફોટા બીજા કાયદામાં રાજધાની શહેર નું લોકેશન દર્શાવવામાં આવ્યું હતું આંધ્રપ્રદેશ સરકારે સત્તાના વિકેન્દ્રીકરણ ની જરૂરિયાત સ્વીકારી હતી જોકે હાલ પૂરતા ૩ રાજધાની બનાવવાના કાયદા રદ કરવામાં આવ્યા છે