અમેરિકાની ધરતીપર વધુ એક કીર્તી વિશ્ર્વભરમાં વર્લ્ડ રેકોર્ડ કરાવવામાં મોખરાની સંસ્થાના કીર્તિદાન બ્રાન્ડ એમ્બેસેડર બન્યા
ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવી અમેરિકાની ન્યુઝર્સીમાં વૈશ્ર્વિક વર્લ્ડ રેકોર્ડ માટે કામ કરતી સંસ્થાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. જયારે અમેરિકાની ધરતી પર 33થી વધુ સ્ટેજ શો કરનાર પ્રથમ ગુજરાતી કલાકાર બનતા તેનું સન્માન કરાયું છે.
અમેરિકા સ્થિત ન્યુઝર્શી ખાતે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશનના સ્થાપક અને સીઈઓ મિહિર બ્રહ્મભટ્ટ દ્વારા હજારો ભારતીયોની હાજરીમાં ઉપસ્થિત રહી દુનિયાભરમાં પોતાના આગવી ટેલેન્ટથી લોકચાહના મેળવનાર અમેરિકા સ્થિત વર્લ્હ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિશ્ર્વ વિખ્યાત લોકગાયક કીર્તિદાનને અદકેરૂ સન્માન આપ્યું છે.
જેઓ દ્વારા ઈતિહાસમાં પ્રથમ વખ્ત કોઈ ગુજરાતી કલાકાર દ્વારા વિદેશની ધરતી પર 33થી વધુ પ્રોગ્રામ જે ખુબ મોટાપાયે કરવામાં આવ્યા હોય અને જેઓ દ્વારા દીકરીઓ માટે અનેક આવનારા દિવસોમાં યોજનો થકી વિશ્ર્વભરની દીકરીઓને પગભર કરવાનું આયોજન કરી રહ્યા છે.સમગ્ર ગુજરાત અને ભારત દેશનું ગૌરવ એવા લોકગાયક અને ગુજરાતનું ગૌરય કીર્તિદાન ગઢવીને વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન અમેરિકા દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.