વર્ષ 2024ની ચૂંટણી માત્ર બે જ મુદા ઉપર લડાશે, એક તો ઇકોનોમી અને બીજું આતંકવાદ
રાજકીય પક્ષોએ વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. ત્યારે ભાજપ આ ચૂંટણી માત્ર બે જ મુદા ઉપર લડવાનું છે. એક તો ઇકોનોમી, બીજું આતંકવાદ. ઇકોનોમી તો ટનાટન જઈ રહી છે. એટલે હવે પાકિસ્તાનનો વારો કાઢવાનું બાકી રહ્યો છે.
ભારત દેશનું અર્થતંત્ર સતત વિકસિત થઇ રહ્યું છે ત્યારે આગામી 2022માં ભારતનો વૃદ્ધિદર ૧૦.૫ ટકા એ જોવા મળશે જેનું મુખ્ય કારણ એ છે કે રિકવરી અને નિકાસ ક્ષેત્રમાં સારી એવી વૃદ્ધિ થઈ છે પરિણામે આશા સેવવામાં આવી રહી છે. એટલું જ નહીં કોરોનાના કપરા સમય બાદ જ્યારે સ્થિતિ સુધરતી જોવા મળી તે સમયે લોકોની ખરીદશક્તિમાં પણ અનેરો વધારો થયો છે.
આગામી વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં પણ મોદી સરકાર અર્થતંત્રને પ્રમુખ મુદ્દો બનાવી ચૂંટણી લડશે. જેનું મુખ્ય કારણ એ છે કે કોઈ પણ દેશનો વિકાસ ત્યારે જ શક્ય બને જ્યારે જે તે દેશની અર્થવ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલતી હોય. ચૂંટણીનો બીજો પ્રમુખ મુદ્દો આતંકવાદ રહેવાનો છે. જે માટે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓને નેસ્ત નાબૂદ કરવામાં આવશે. આ ઉપરાંત પીઓકેને પણ પાછું લેવાના તમામ પગલાં લેવામાં આવશે. ગઈકાલે જ કેન્દ્રના મંત્રી જીતેન્દ્ર સિંઘે ઈશારો આપ્યો કે પીઓકે હાંસલ કરવામાં આવશે.
જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવવાનો જોખમી નિર્ણય મોદી સરકારે લીધો છે. એટલે હવે પ્રજામાં વિશ્વાસ તો છે કે મોદી હૈ તો સબ કુછ મુમકિન હૈ. એટલે હવે સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે કે પીઓકે ફરી ભારતમાં આવે. કાશ્મીર એ જન્નત સમુ છે. અડધી જન્નત પાકિસ્તાનમાં છે. ત્યારે હવે આ જન્નત ભારતમાં આવે તો એનાથી વિશેષ બીજું શું હોય શકે?