એમઓયુ પુરા કરવા અને કોઈ તકલીફ ન પડે તેની તમામ જવાબદારી અમારી: સીએમ
ભારતમાં જુદા-જુદા ૬ સ્થળોએ રોડ-શો યોજાશે: ૧૮ કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરશે
ગુજરાતના તાત્કાલિક સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શરૂ થયેલી વાઇબ્રન્ટ સમિતિ ફરી એકવાર રોજગાર અને વ્યસાય માટે એમઓયુ કરવા જઈ રહી છે. જેમાં આ વખતે ૩૫,૦૦૦ લોકોને રોજગાર પુરી પાડવા સાથે ૨૪,૧૮૫ કરોડના સમજૂતી કરાર કરવામાં આવશે. જેના માટે દેશના જુદા-જુદા ૬ સ્થળોએ રોડ-શો યોજવામાં આવશે. આ સાથે સમજૂતી કરાર પુરી કરવાથી લઈ કોઈ પણ જાતની તકલીફ ન પડે ત્યાં સુધીની જવાબદારી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સ્વીકારવામાં આવી છે.
ગુજરાતમાં ફરી વેપાર ધંધા પાટે ચઢી રહ્યાં છે. દેશ વિદેશની કંપનીઓ ગુજરાતમાં ફરી સક્રિય વેપાર કરવા તૈયારી કરી રહી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ ક્ષેત્રોની કંપનીઓ સાથે ૨૪,૧૮૫ કરોડના કરાર થશે. રાજ્યમાં વિવિધ કંપનીઓના રોકાણ થકી ૩૫ હજારથી વધુ યુવાનોને રોજગારી પ્રાપ્ત થશે.
ગત વર્ષ કરતા વખતે તેનાથી વધુ એમઓયુ થાય તેવા અણસાર છે. અમરેલીના રાજુલામાં મેઘમણી ઓર્ગેનિક પ્રોજેક્ટ હેઠળ રૂ.૮૫૦૦ કરોડનું રોકાણ થશે. તે ઉપરાંત દહેજમાં મેઘમણી ફિનકેમ રૂ.૬૦૦ કરોડનું રોકાણ થશે જેમાં ૭૦૦ લોકોને સીધી રોજગારી પ્રાપ્ત થશે. જ્યારે ઝગડિયામાં ૧૦૦ કરોડનું રોકાણ થશે. આઈઓસી રૂ.૧૫૯૫ કરોડનું રોકાણ કરશે જેમાં ૫૭૬૦ લોકોને રોજગારી પ્રાપ્ત થશે.
ગુજરાત વાઈબ્રન્ટ સમિટ એટલે કે, વિશ્વના ઉદ્યોગપતિઓને બિઝનેસ માટે આકર્ષવાનો પ્રયાસ. વૈશ્વિક રોકાણકારોને ગુજરાત તરફ આકર્ષવાનું માધ્યમ છે ત્યારે આ વર્ષે ગુજરાત સરકાર 10મી વાઈબ્રન્ટ સમિટ પહેલાં રાજ્યમાં અદ્યતન ડેટા સેન્ટરની સ્થાપના કરવાનું વિચારી રહી છે. આ સેન્ટર કેન્દ્ર સરકારના આદેશ પછી બનાવવામાં આવશે અને તેમાં એકીકૃત ગ્રીન હાઉસ ડેટા સેન્ટરનો કોન્સેપ્ટ હશે શું છે આ કોન્સેપ્ટ પાછળનો ઉદ્દેશ્ય એ જાણવું રસપ્રદ રહેશે.
આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે તત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરી હતી. આજે ૧૦મી વાઇબ્રન્ટ સમિટ શરૂ થઇ રહી છે. આજે પહેલા દિવસે સરકાર તરફથી ખાતરી આપું છું કોઈ પણ તકલીફ ન પડે તે જવાબદારી અમારી છે. પરંતુ સમયસર કરાર પુરા ના થાય તેની જવાબદારી તમારી છે. ઘણી વખત એમઓયુ ન થાય અને શરૂ ન થાય તે માટે ઘણી મુશ્કેલીઓ પડે છે. જેથી હવે સરકાર તમારી સાથે છે. ૨૦૨૨ વાઇબ્રન્ટ સમીટ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત થીમ પર યોજાશે. ભારતમાં અલગ અલગ જગ્યાએ ૬ રોડશો થશે. મુખ્યમંત્રી દિલ્હીમાં પ્રથમ રોડ શો કરશે. ગત વાઈબ્રન્ટ સમિટમાં ૨૮,૫૦૦ કરોડના એમઓયુ થયાં હતાં.