ગુજરાત રાજ્યમાં આજથી સ્વચ્છતા સેવા સપ્તાહનો પ્રારંભ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બોરીજ ગામથી સ્વચ્છતા સેવા સપ્તાહનો પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રીએ પોતે સાફ સફાઈ કરીને આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે.આ સાથે મુખ્યમંત્રીએ જણાવ્યું કે દેશની તસ્વીર બદલવી પડશે. મહત્વનું છે કે આજથી શરૂ થયેલા સ્વચ્છતા અભિયાનનું બીજી ઓકટોબરે સમાપન થશે. આ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ અને વિકાસ એકબીજાથી ઘણાં દૂર છે. કોંગ્રેસની માનસિકતા વિકાસની રહી નથી. માટે આવી વાતો કરે છે. અને બૂલેટ ટ્રેનના પ્રોજેકટનો વિરોધ કરે છે.ઉલ્લેખનીય છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા” નામના અભીયાનની આજે શરૂઆત કરી હતી જેના પગલે આજે ગુજરાતના મુખ્ય પ્રધાને આ અભિયાનને લીલી ઝંડી આપી હતી.
મુખ્ય મંત્રી વિજય રૂપાણી સ્વચ્છતા સેવા સપ્તાહનો કર્યો પ્રારંભ
Previous Articleતંત્રને મળી સફળતા, આખરે સ્વાઇનફ્લૂના દર્દીમાં ઘટાડો
Next Article ઇરાકમાં ISISનો આતંકી હુમલો : ૭૪નાં મોત ….!