અબતક, રાજકોટ
રાજમાર્ગો પર નડતરરૂપ અને ટ્રાફીકની સમસ્યા સર્જતી ખાણી-પીણીની રેકડીઓ સામે કોર્પોરેશનની ઘોંસ ચાલી રહી છે. આજે અલગ-અલગ રાજમાર્ગો પર 32 રેકડીઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 12 વેપારીઓને ફૂટ લાયસન્સ અંગે નોટીસ ફટકારી તથા 27 કિલો ખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
આરોગ્ય શાખા દ્વારા આજે વાવડી મવડી- 80 ફૂટ રોડ પર ડોડેરા એગ્ઝ ઝોન, કણકોટ રોડ પર સંજરી આમલેટ, અનસ આમલેટ, નવા 150 રીંગ રોડ પર ખીરા એગ્ઝ ઝોન, સિંકદર ભુર્જી એગ્ઝ ઝોન, સોલંકી એગ્ઝ ઝોન, સમીર આમલેટ, સોલંકી એગ્ઝ સેન્ટર, ચાચા એગ્ઝ સેન્ટર, ચાચા આમલેટ અને નોનવેજ સેન્ટર, બંદકી એગ્ઝમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જે અંતર્ગત ચારને ફૂટ લાયનન્સ અંગે નોટીસ ફટકારવામાં આવી હતી અને 4 કિલો વાસી બ્રેડનો નાશ કરવામાં આવ્યો હતો.
વાવડી, મવડી, નવો 150 રીંગ રોડ, કટારીયા ચોકડી, જામનગર રોડ સહિતના વિસ્તારોમાં 32 ખાણી-પીણીની રેકડીઓ ચેંકીગ: 12ને નોટિસ
આ ઉપરાંત હાશ ચીક્કી, સાત્વીક ચીક્કી, રાજમંદિર ફરસાણ, બોમ્બે વડાપાઉં, જય ગોપાલ ભજીયા, પાલજી સોડા, એસ.આર.કે. લાઇવ પફ, બાલાજી ટી સ્ટોલ, ચોઇસ સ્નેક્સ, ડોમીનોઝ પીઝા, કિસ્મત પાણીપુરી, ભારત ફાસ્ટફૂડ, સ્પીડીતો પીઝા (વિનાયક ફૂડ), રાજમંદિર ફાસ્ટફૂડ, કુડોહોલીક, મહેશ વિજય ડેરી ફાર્મ, લસ્સીવાલા, નેચર કેર સેન્ટર, આનંદ કોલ્ડ્રીક્સ, બજરંગ કોલ્ડ્રીક્સ અને બોમ્બે બેકરી આ ઉપરાંત કોઠારીયા રોડ પર મેહુલ નગરમાં બજરંગ ડેરી ફાર્મમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અન હાઇઝેનીક સબબ સાત આસામીઓને નોટીસ ફટકારવામાં આવી હતી. 6 કિલો વડા, 40 નંગ પાઉં, 3 કિલો સોસ, 50 નંગ તૈયાર વડા, 5 કિલો પ્રિપેડ ફૂડના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.જ્યારે સદર બજારમાં બોમ્બે બેકરીમાંથી બટર સ્કોચ કૂકીઝ તથા કોઠારીયા રોડ પર બજરંગ ડેરી ફાર્મમાંથી મિક્સ લૂઝના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.