હજારો કંપનીઓ ઈ–ફાર્મસીમાં ઝંપલાવવા તૈયાર: કેટલીક કંપનીઓ સરકારની લીલીઝંડીની રાહ જોઈ રહી છે
ભારતીય દવા ઉદ્યોગ હાલ આગળ વધી રહ્યો છે. ૧.૨ લાખ કરોડનો વકરો આ ક્ષેત્રે થયો હોવાનો અંદાજ છે. જયારે ઓનલાઈન ફાર્મસીનું બજાર હાલ ૭૦૦-૮૦૦ કરોડે પહોચ્યું છે. પ્રારંભમાં જેને અમલમાં લાવવા માટે ભારે પ્રશ્ર્નો ઉભા થયા હતા તે ઓનલાઈન ફાર્મસી દ્વારા દવાનો વ્યાપાર સરળ બની ગયો છે. તેના પરથી કહી શકાય કે ઓનલાઈન દવાનો સુવર્ણ કાળ આવ્યો છે.
આ અંગે રોકાણકારોની બેંક મેપ એડવાઈઝરી ગ્રુપના એકઝીકયુટીવ ચેરમેન રામપ્રસાદ જણાવે છે કે ઈ ફાર્મસી દ્વારા વ્યાપાર કરવો જરાય ખોટુ નથી જો તમે ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એકટની જાણકારી ધરાવતા હશો તો તમે સારો ધંધો કરી શકો છો.
પ્રદીપસિંહ દાધા હાલમાં વ્યસ્ત વ્યકિત છે. જેઓ ઈ-ફાર્મસી નો કારોબાર નેટમેડડોટકોમ દ્વારા કરી રહ્યા છે. અને દેશના નાના શહેરમાં રહીને દવાનાં કારોબારમાં મોટો તફાવત જોયો છે. તેની કંપની ૨૦૧૦માં શ‚ કરવામાં આવી હતી અને હાલ તેઓ ઓનલાઈન દવા માટે દેશભરનાં ૧૨૦૦ વિસ્તારોમાંથી ઓનલાઈન ઓર્ડર મેળવી રહ્યા છે.અન્ય ઈ-ફાર્મસી જેવો જ આ ધંધો છે. બસ તેના માટે કેટલાક નિયમો અને કાયદેસરતાના પાલન દ્વારા ધંધો કરી શકાય છે. એવું તેઓ માને છે.
દાધાની વાત પર ઘણાને વિશ્ર્વાસ પડતો નથી કે ઈ-ફાર્મા જેવા ક્ષેત્રમાં તેમણે આવા ઉચ્ચ પરિણામો મેળવ્યા હોય આ રીતે ઈ-ફાર્મસીનો ધંધો કરવા માટે સરકારે તેમને માહિતગાર કર્યા હતા તેમજ નીયમોને ગંભીરતાથી અનુસરવા સમજ મળી હતી. દાધાને તેનો ધંધો કરવા માટે આટલું પર્યાપ્ત હતુ દાધા જણાવે છે કે તેઓ હવે ઈન્ફ્રાસ્ટ્રકચર અને ફાઉન્ડેશન માટે તૈયારી આરંભી દીધી છે. જયારે સરકાર દ્વારા તેમને હરી ઝંડી મળી જશે ત્યારે તેઓ હજુ પણ દવાઓનો વ્યાપાર વિકસાવશે તેના માટે તેઓ તૈયાર છે. બે વર્ષ અગાઉ ભારતના ઈ-ફાર્મા ક્ષેત્રમાં અમેરીકાની ખાનગી કંપની ઓર્બીમેડે પણ ૫૦ કરોડ ડોલર જેટલા નાણાનું રોકાણ આ ક્ષેત્રે કર્યું હતુ. દેશની ૨૦૦થી વધુ કંપનીઓ ઈ-ફાર્મસી દ્વારા દવાનો વ્યાપાર કરવા તૈયાર છે. જેમાં વનએમજી, ફાર્મઈઝી અને માયરાનો સમાવેશ થાય છે. કે જેઓ સરકારની ટનલમાં પસાર થયા બાદ પ્રકાશમાન થશે. તેઓનાં મતે તેમણે છેલ્લા દોઢ વર્ષથી તૈયારી શરૂ કરી દીધી છે. તેમજ વધારે તૈયારી માટે તેઓ સજજ છે. અને સરકારના