નજીકના ભવિષ્ય માટે નુકસાનની અપેક્ષા, અને પછી ડિજિટલાઈઝેશનમાં પે ટીમ ધૂમ મચાવશે- કંપની
બે હાથમાં લાડવા જેવી પરિસ્થિતિ વચ્ચે ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તેવા પેટીએમના ભરણામાં રોકાણકારોની સ્થિતિ સોચા થા ક્યા ઓર ક્યા હો ગયા… જેવી થઈ પડી
ભારતનું કોર્પોરેટ ક્ષેત્ર અને ખાસ કરીને શેરબજારની ગાડી છેલ્લા બે વર્ષથી પૂરપાટ દોડી રહી છે અને તેમાં પણ નવી કંપનીઓના આગમન અને આઇપીઓમાં તો રોકાણકારોને વારંવાર બે હાથમાં લાડવા જેવી પરિસ્થિતિ વચ્ચે ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તેવા પેટીએમના ભરણામાં રોકાણકારોની સ્થિતિ સોચા થા ક્યા ઓર ક્યા હો ગયા… જેવી થઈ પડી છે.
નવા આઈપીઓ લાભના લાડવા આપતા હોવાના માહોલમાં પે ટીએમના પ્રારંભિક ભરણાં જ રોકાણકારોને કડવો અનુભવ થયો હતો. અને ગુરુવારે પેટીએમના શેરમાં 23 ટકાનો કડાકો બોલી જતાં રોકાણકારોના સ્વાહા થઈ ગયા હતા…!! જોકે કંપનીએ પોતાની પરિસ્થિતિ મજબૂત હોવાનો દાવો કર્યો છે અને પેટીમ બિઝનેસનો યુટર્ન આવશે જ તેવો આત્મવિશ્વાસ વ્યકત કર્યો છે. 2150 ભાવના આ શેર પ્રથમ દિવસે 1200 સુધી ગગડી ગયા હતા.
ડિજિટલ પેમેન્ટ સર્વિસ પ્લેટફોર્મ પે ટીએમએ રૂ. 18,300 કરોડ રૂપિયાનો ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ લોન્ચ કરીને ઈતિહાસ રચ્યો છે. ઘણી અપેક્ષાઓ પછી, કંપનીના શેરોએ ગુરુવારે 9 ટકા ડિસ્કાઉન્ટ સાથે બજારમાં પ્રવેશ કર્યો. જો કે, શેર સતત તૂટી રહ્યો અને વેપારના અંતે તેની નીચલી સર્કિટ મર્યાદા રૂ.1,564 સુધી પહોંચી ગયો. પેટીએમનું માર્કેટ કેપિટલાઇઝેશન વેપારના અંતે $20 બિલિયનના આઈપીઓ મૂલ્યાંકનથી ઘટીને લગભગ $13.6 બિલિયન થયું હતું.
પે ટીએમ આગામી વર્ષના અંતમાં અથવા 2023ની શરૂઆતમાં પણ શેર તૂટવાની અપેક્ષા રાખે છે, કંપનીએ તેના પ્રોસ્પેક્ટસમાં જણાવ્યું હતું કે તે નજીકના ભવિષ્ય માટે નુકસાનની અપેક્ષા રાખે છે. વર્ષ 2030 સુધીમાં નુકસાની કરી લોસ મેકિંગ બિઝનેશ સ્ટ્રેટેજીથી માર્કેટ હડપ કરવા પેટીએમએ રણનીતિ ઘડી છે. આજે સ્વાહા થયેલા રોકાણકારોને કાલે મોટો ફાયદો પણ થઈ શકે છે..!!
જોકે, રોકાણકારો અને વિશ્લેષકોમાં વિશ્વાસનો અભાવ જણાય છે કારણ કે તેઓએ કંપનીના નફાના અભાવ અને ઊંચા મૂલ્યાંકન અંગે પ્રશ્ન ઉઠાવ્યા છે. મેક્વેરી રિસર્ચ રિપોર્ટ અનુસાર, પેટીએમના બિઝનેસ મોડલમાં ફોકસ અને ડિરેક્શનનો અભાવ છે.રિસર્ચ ફર્મ માને છે કે નફાકારકતા સાથે સ્કેલ હાંસલ કરવો એ કંપની માટે મોટો પડકાર હશે. પરિણામે, તેણે તેની રૂ. 2,150ની ઇશ્યૂ કિંમતની સામે સ્ટોક માટે રૂ. 1,200નો લક્ષ્યાંક રાખ્યો છે, જે 40 ટકાથી વધુ ડાઉનસાઇડનું જોખમ સૂચવે છે.
રિપોર્ટમાં વધુમાં નોંધવામાં આવ્યું છે કે પેટીએમના સ્પર્ધકો જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ, ગુગલ અને અન્યો લગભગ સમાન સેવાઓ ઓફર કરે છે. ખરીદો અત્યારે અને નાણાં ચૂકવો પછી….જેવી બીપીએનએલ સુવિધાને કારણે પેટીએમને ફટકો પડયો છે.
આ હકીકત પરથી સ્પષ્ટપણે સૂચિત કરી શકાય છે કે કંપનીની $2.5 બિલિયન ઓફરની કિંમત સૂચક શ્રેણીની ટોચ પર હોવા છતાં, માંગ અન્ય તાજેતરના સ્ટોક વેચાણ કરતાં ઘણી નબળી હતી. કારણ કે પેટીએમએ ફોન પે, ગૂગલ પે સામે થોડો બજાર હિસ્સો ગુમાવ્યો છે.
જણાવી દઈએ કે આ પાછળ એક કારણ યુનાઈટેડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) ટ્રાન્ઝેક્શન્સ પણ છે. યુપીઆઈમાં ઘાતાંકીય વૃદ્ધિથી પેટીએમનું પેમેન્ટ આધારિત બિઝનેસ મોડલ ખોરવાઈ ગયું છે. સરકાર સમર્થિત નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા વિકસિત, યુપીયાઈને ડિસેમ્બર 2019માં વેપારીઓ અને ગ્રાહકોને મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું.પરિણામે, તે હવે પેટીએમમાં લગભગ 65 ટકા હિસ્સો ધરાવે છે અને વર્ષ 2026 સુધીમાં તે વધીને 85ટકા થવાની ધારણા છે.