‘ખાટલે મોટી ખોટ’ શુઘ્ધ પાણીનો સંગ્રહ કરવો કયાં ?
ખેતીવાડી કે બગાયતિઓ આ પાણી લેવા તૈયાર ન થતા સરકારની માતબર રકમ પાણીમાં…? લોક ચર્ચા
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ મુળચંદ રોડ ઉપર સરકાર દ્વારા ગંદુ પાણી શુદ્ધ કરવા માટે રૂપિયા 38 કરોડ રૂપિયાના ખર્ચે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે તે હાલમાં 90 ટકા જેટલું કામ આ પ્લાન્ટનું પૂર્ણ થઇ ચૂક્યું છે ફક્ત પાઈપલાઈન નાંખવાનું કામ હવે બાકી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા શહેરી વિસ્તારનો ગંદુ પાણી પમ્પિંગ સ્ટેશનના મારફતે પહોંચાડવામાં આવી રહ્યું છે અને પાણી શુદ્ધ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
આ સમગ્ર પ્લાન્ટ ઉભો કરતા બે વર્ષ જેટલો સમય ગાળો થવા પામ્યો હતો જ્યારે આ પ્લાન્ટમાં શુઘ્ધી થયેલું પાણી બગીચા ખેતી અને બાગાયતી ખેતી કરનાર ને આપવામાં આવશે તેવું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે
આ પાણી શુદ્ધ કરવા માટે બે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યારે આ પ્લાન્ટ ઉભો કરવા માટે એનવાયરો ઇન્ફ્રા ઈનજીનીયર પ્રાઇવેટ લિમિટેડ ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જ્યારે હાલમાં 90 ટકા જેટલું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે ત્યારે ફક્ત શુદ્ધ પાણી ખેતી સુધી પહોંચાડવાની પાઇપલાઇનો બાકી રહી છે અને શુદ્ધ કરવામાં આવી રહ્યું છે ત્યારે તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ચૂકી છે ફક્ત પાઈપલાઈનનું કામ છેલ્લા એક વર્ષથી બાકી રહ્યું છે.
જેને લઈ અનેક પ્રકારની લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા એક વર્ષથી કામકાજ પૂર્ણ થઇ ચૂકયું છે પરંતુ શુદ્ધ કરેલું પાણી ક્યાંથી લાવું તો એક પાલિકા તથા એન્જિનિયરો માટે મોટો સવાલ ઉભો થયો છે કારણકે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારનો ગંદુ પાણી તો ત્યાં લઈ જવામાં આવી જ રહ્યું છે પરંતુ શુદ્ધ પાણી હાલમાં ક્યાં ઠાલવવુ તે એક મોટો સવાલ છે. ત્યારે ઉલ્લેખનીય છે કે એક વર્ષથી કામકાજ પૂર્ણ ચૂકયું છે પરંતુ પાઇપલાઇનનો તથા કોઈ શુદ્ધ પાણીની વ્યવસ્થા ન થતા હાલમાં જાહેર રોડ રસ્તા ઉપર આ પાણી છોડી મૂકવામાં આવી રહ્યું છે.
સુરેન્દ્રનગર શહેરના વઢવાણ તાલુકાના મૂળચંદ ગામે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 1 વર્ષ પહેલા ઉભો કરવામાં આવ્યો છે ત્યારે એક વર્ષથી કામ પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે હાલમાં કોઇ આ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગંદુ પાણી તો જઈ રહ્યું છે પરંતુ શુદ્ધ થયેલું પાણી ક્યાં રાખવું તે એક મોટો સવાલ ઉભો થયો છે કોઈ ખેડૂતો અથવા કોઈ કંપની આ પાણી ખરીદવા હાલમાં તૈયાર થઇ રહી નથી જેને લઇને કંપની આ શુદ્ધ થયેલ પાણી રાખવાની પણ કોઈ વ્યવસ્થા હાલ સુધી કરી નથી જેને લઇને આ પાણી રોડ રસ્તાઓ ઉપર છોડી મૂકવામાં આવી રહ્યું છે રોજનું 3.23 લાખ લીટર પાણી રોડ રસ્તા ઉપર છોડી મૂકવામાં આવી રહ્યું છે. પ્રાથમિક તબક્કામાં બાગ-બગીચા અને બાગાયતી ખેતી ને પ્રાધાન્યતા આપવા માટે આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો હતો પરંતુ ખેડૂતો અથવા બગીચાના માલિક દ્વારા ખરીદવામાં આવી રહ્યું નથી તેને લઈને આ પ્લાન્ટ નિસફળ ગયો હોય તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે
500 થી વધુ ઝૂંપડામાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણી ફરી વળ્યા
સુરેન્દ્રનગર મુળચંદ રોડ ઉપર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે પરંતુ આ ટ્રીટમેન્ટ પ્લાન માં શુદ્ધ થયેલ પાણી હાલ રસ્તાઓ પર છોડી દેવામાં આવી રહ્યું છે. ત્યારે આ પાણી ની ભરાવો હાલ ખુલ્લા પ્લોટ માં થઈ રહ્યો છે ત્યારે રોડ ઉપર આવેલા પ્લાન્ટમાં રોજનું 3.23 લાખ લીટર પાણી નો શુદ્ધિકરણ થઈ રહો છે.ત્યારે આ પ્લાનટ માંથી શુદ્ધ થતું પાણી રોડ પર છોડવામા આવી રહ્યું છે.તેવા સજોગો સુરેન્દ્રનગર ના મુળચંદ રોડ ઉપર આવેલા ખુલ્લા પ્લોટમાં 500 થી વધુ ઝૂંપડામાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણી ફરી વળ્યા છે અને રોગચાળો પણ ફેલાયો છે.જેને લઈ રોષ જોવા મળી રહો છે.ત્યારે આગામી દિવસો માં આ મામલે તંત્ર વેવસ્થા ઉભી કરે તે હવે જરૂરી બન્યું છે.