મેષ રાશિફળ (Aries): આજે બપોર પહેલા કોઇ સારા સમાચાર મળી શકે છે. કામના સ્થળે સહયોગીઓની મદદ મળશે, ટીમવર્કથી તમારું કામ સમયસર પૂરુ થશે. લેવડ-દેવડ અને વેપારમાં નુકસાન થઇ શકે છે. આરોગ્ય બાબતે કાળજી રાખવાની જરુર છે, બેદરકારી ના રાખતાં. કામના સ્થળે સાનૂકુળ પરિસ્થિતિ રહેશે. વેપારમાં લાભના સંજોગ છે. પરંતુ આજે વ્યવહાર પર ખાસ ધ્યાન આપજો, કોઇને સાથે અણબનાવ બનવાની આશંકા છે.
વૃષભ રાશિફળ (Taurus) : આજે આપનો દિવસ મિશ્રણભર્યો રહેશે. બપોર સુધી આકરી મહેનત કરવી પડશે. સાંજ સુધી લાભની તકો મળશે. સાંજના સમયે કામમાંથી સમય કાઢીને પાર્ટી કરી શકો છો. મિત્રો અને પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે. કોઇ ખાસ કામની ચિંતા હળવી બનશે. આજે ગુસ્સો વધારે આવશે તો અંકુશ જાળવી રાખજો. કેટલાક લોકોને આળસ આવશે. વિદ્યાર્થીઓએ અભ્યાસ પર ખાસ ધ્યાન આપવું.
મિથુન રાશિફળ (Gemini) : આજે તમારો દિવસ સારો વિતશે. તમારા સંબંધીઓ સાથે જૂના વિવાદોને દૂર કરવાની તક આપશે. ગુસ્સો આવી શકે છે, તો દિવસ દરમિયાન વાણી પર અંકુશ રાખવો જરુરી છે, નહીં તો પરિવારમાં વિવાદ વધશે. આજે એવો વિચાર આવી શકે છે જેના અમલ પર તમને ફાયદો થઇ શકે છે. આ રાશિના લોકોએ આજે ટીમવર્કમાં કામ કરવું જોઇએ, જેથી સારા પરિણામ મળશે.
કર્ક રાશિફળ (Cancer) : આજે રોકાણ કરવાનું વિચારી રહ્યો છો તો દિવસ શ્રેષ્ઠ છે. કામકાજ અંગે કાળજી રાખીને આગળ વધજો. બુદ્ધિ અને અનુભવને આધારે કામમાં પરિસ્થિતિઓ સાનૂકુળ બની રહેશે. આજે પારિવારિક ગતિવિધિઓમાં મોટાભાગનો સમય પસાર થશે. થોડા રચનાત્મક કાર્યોમાં પણ તમારો રસ રહેશે. સંપત્તિના ભાગલાને લગતા મામલાઓ એકબીજાના તાલમેલ દ્વારા સરળતાથી ઉકેલાઇ જશે. કોઇ ધાર્મિક સ્થળે પરિવારના લોકો સાથે જવાથી શાંતિ મળશે.
સિંહ રાશિફળ (Leo) : કામના સ્થળે તાલમેલથી કામ કરવું અને સહ કર્મચારીઓ સાથે વિવાદમાં ઉતરતાં બચવું. આજે અનેક ઇચ્છાઓ પૂરી થશે. પ્રયત્ન કરવાથી જરુરી કામ પૂર્ણ થશે. કોઇ યોજનામાં સફળતા મળશે. તમારા કોઇ નજીકના સંબંધી સાથે નાની વાતને લઇને વાદ-વિવાદ થવાની સંભાવના છે. તમારા ગુસ્સા અને જિદ્દ ઉપર કાબૂ રાખો. મનમાં વિવિધ નકારાત્મક વિચાર આવશે તથા પ્રિયજનો સાથે નિરાશા તમને તણાવ આપશે.
કન્યા રાશિફળ (Virgo) : આજે જીવનમાં કંઇક ખાસ અનુભવ થશે, પરંતુ જોખમવાળા કામમાં ધ્યાન આપવું જરુરી છે. પરિવારમાં વિરોધીઓ છે તો આજે સાચવીને રહેવું. આજે એક સમયે એક જ કામ કરવાનો દિવસ છે, એકથી વધારે કામ તમને નુકસાન કરી શકે છે. આજનો દિવસ મંગળમય રહેશે. શુભ દિવસનો લાભ ઉઠાવવો જોઇએ. વિદ્યાર્થીઓ અભ્યાસ પર ધ્યાન આપે.
તુલા રાશિફળ (Libra) : આજનો દિવસ હળવો રહેશે. ઉતાવળમાં કામ કરતાં નુકસાન પહોંચી શકે છે. પ્રયત્ન કરતાં રહેશો તો અટકેલુ કામ પૂર્ણ થશે. બહાર નકામા ખર્ચા કર્યા વગર ઘરે પરિવાર સાથે સમય વિતાવજો, કારણ કે તમારો ખર્ચ વધારે છે. મહેનતથી કામ કરતાં રહેશો તો સફળતા જરુર મળશે. તમારી મહેનત, કોશિશ અને પરિશ્રમના સારા પરિણામ પ્રાપ્ત થશે. તમારા ગંભીર વિચાર અને બુદ્ધિ બળથી કામ કરવાથી તમને સાચો અને કોઇ યોગ્ય નિર્ણય લેવામાં સફળતા પ્રાપ્ત થશે. નવી યોજના ઉપર કામ કરવા માટે સમય યોગ્ય છે.
વૃશ્ચિક રાશિફળ (Scorpio) : વેપાર અર્થે નવી ટેકનિક ફાયદામાં રહેશે. સાંજ સુધી લાભ થશે, મહેનતની કામ કરતા રહેજો. રોમાંસ મામલે આજનો દિવસ સારો છે, કેટલાક બિન જરુરી ખર્ચા આવશે. પોતાની ભૂલોને તરત સુધારવાની કોશિશ કરવી પડશે. જે લોકોનો સાથ તમને મળી રહ્યો છે તે લોકોના મનમાં તમારી છાપને જાળવી રાખવા માટે તેમની મરજી પ્રમાણે થોડા કામ કરવાની જરૂરિયાત રહેશે.
ધન રાશિફળ (Sagittarius) : આજનો દિવસ શુભ રહેશે. કામનું પ્રેશર રહેશે, વ્યસ્ત રહેશો. બુદ્ધિ અને સમજશક્તિથી કરેલા કામથી આજે લાભ થશે. જૂની અડચણનો અંત આવી શકે છે. બીજાને સહાય કરશો તો તમને પણ મદદ મળશે. નાણાંકીય બાબતે અનુભવી લોકોની સલાહ લેવી હિતાવહ રહેશે. આજે આપ દિવસ દરમિયાન વ્યસ્ત રહેશો. સાંજ સુધી આ રાશિના લોકોને સારા સમાચાર મળી શકે છે.
મકર રાશિફળ (Capricorn) : વાતચીત દરમિયાન નવો આઇડિયા આવી શકે છે. મિત્ર માટે પ્રેઝન્ટ ખરીદતી વખતે ખર્ચ પર ધ્યાન આપવું. ભાવુકતામાં ખર્ચો વધે નહીં એની ખાસ કાળજી લેજો. ઉતાવળમાં લીધેલાં નિર્ણયના કારણે થોડો તણાવ તમને અનુભવ થશે પરંતુ હાલના સમયમાં તમને તમારી ક્ષમતાને તપાસવાની જરૂરિયાત છે. તમારી ક્ષમતા અને આવડતને સાબિત તમારે જ કરવી પડશે.
કુંભ રાશિફળ (Aquarius) : કામ અંગે પણ ખાસ તકેદારી રાખવી. કોઇ વાતને લઇને આજે ઉચાટ રહ્યા કરે. સાંજનો સમય પરિવાર સાથે વિતાવવાથી ખુશી મળશે. કોઇ નાની વાતને લઇને વિવાદ ઊભો થઇ શકે છે. જોકે, વિરોધીઓ તમારું કોઇ નુકસાન કરી શકશે નહીં. બપોર પછી તમને કોઇ અપ્રિય સમાચાર મળી શકે છે, જેના કારણે બનતાં કાર્યોમાં વિઘ્ન ઊભું થઇ શકે છે.
મીન રાશિફળ (Pisces) : પારિવારિક જીવનમાં જીવનસાથી સાથે સુમેળભર્યા સંબંધો રહેશે. આજે કોઇપણ કામ કરતાં પહેલા વિચારીને આગળ વધવુ હિતાવહ રહેશે. જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્મિક સુખ પ્રાપ્ત થશે.