અબતક,રાજકોટ

રાજકોટમાં અવાર-નવાર ટીઆરબી જવાનો દાદાગીરી કરતા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે વધુ એક ઘટનામાં ટીઆરબી જવાનોએ બાઇક ચાલક જવાનો પાસેથી મોટર સાયકલની ચાવી આંચકી લઇ દાદાગીરી કરતા હોવાનો વિડિયો વાયરલ થતાં ટીઆરબીની દાદાગીરીની ફરિયાદોને પુષ્ટિ મળી છે.

ગોંડલ ચોકડી પાસે મોડી સાંજે બનેલી આ ઘટનાનો જાગૃત નાગરિકોએ વિડિયો ઉતારી લેતાં ઘટના જાહેર થવા પામી છે.વિડિયોમાં ટીઆરબી જવાનોને બાઇક ચાલક પાસેથી ડોક્યુમેન્ટ કે લાયસન્સ ચેક કરવાનો કોઇ અધિકાર ન હોવાની નાગરિકોની ફરિયાદોને ટીઆરબી જવાનો સાથે બોલાચાલી રેકોર્ડમાં કેદ થઇ ગઇ છે. વાતચીત અને અપશબ્દોની ટપાટપીના વિડિયો સોશ્યલ મીડીયા પર ધૂમ મચાવી રહી છે.

રાજકોટમાં ટીઆરબી જવાનો બેફામ બની દાદાગીરી કરતાં વિડિયોમાં કેદ થઇ ગયા છે ત્યારે ટીઆરબી જવાનોની આ હરકત અને બાઇક ચાલક યુવાનો સાથેની દાદાગીરીના આ બનાવમાં કસૂરવાર ટીઆરબી જવાનો સામે કાયદેસરના પગલાં લેવાશે? ટીઆરબી જવાનોને ટ્રાફીક વ્યવસ્થા માટે સેવા પર લેવામાં આવ્યા છે ત્યારે પ્રજાને સુવિધારૂપ બનવાના બદલે દાદાગીરી કરાતી હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે ટીઆરબી દાદાગીરી કરતા આ વિડિયોમાં કસૂરવારો સામે કડક પગલાં લેવા જોઇએ તેવી પ્રજામાંથી માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.