વિદેશમાં ડોકટર ઓફ મેડિસિન અને એમ.ડી. ફિઝિશિયન પ્રમાણપત્ર ભારતના એમ.વી.બી.એસ. સમક્ષ હોઇ આવા તબીબોએ ચેતવું જરુરી
અબતક, અપ્પુ જોષી, બાબરા
ગુજરાત મેડીકલ કાઉન્સિલ એક્ટ 1967 અને ગુજરાત મેડીકલ પ્રકટિશનર્સ એક્ટ 1963 અન્વયે ગુજરાતમાં એવા કોઈ ડોકટર એમ.ડી.તરીકે પ્રેક્ટિસ કરતા માલુમ પડશે કે જેમને વિદેશમાં ભણી મેડીકલ ડીગ્રી મેળવી હોય તો તેમની વિરુદ્ધ ગુજરાત મેડીકલ કાઉન્સિલ દ્વારા ઉપરોક્ત એક્ટ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે એની ગંભીર નોંધ લેવી કારણ કે વિદેશ મેડીકલ અભ્યાસ કરી આવતા મેડીકલ સ્ટુડન્ટને જે પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવે છે એમાં ’ડો.ઓફ મેડિસિન’ અને એમ.ડી.ફિઝિશિયન’ લખેલ પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવે છે જે ખરેખર ભારતના એમ.બી.બી.એસ.ની સમકક્ષ હોય છે.
આવા ડોકટરોએ ભારત આવી એમ.ડી.ની વધારાની ડીગ્રી મેળવવી ફરજીયાત હોય છે અને ત્યાર બાદ જ તેઓ એમ.ડી.તરીકે પ્રેક્ટિસ કરી શકે અથવા તેના લેટર પેડ પર કે રબ્બર સ્ટેમ્પ પર એમ.ડી. લખી શકે અન્યથા ઉપરોક્ત કાયદા મુજબ ગુન્હો બને છે.એટલે આવા ડોકટર ક્યાંય પણ એમ.ડી. તરીકે પ્રેક્ટિસ કરી શકશે નહી.ખાસ કરીને બાબરમાં આવા કોઈ ડોકટર હોય જેમની પાસે વિદેશની એમ.ડી.ની ડીગ્રી હોય અને અહીં એમ.ડી.તરીકે પ્રેક્ટિસ કરતા માલુમ પડશે તો ગુજરાત મેડીકલ કોઉન્સિલને ત્વરિત જાણ કરવામાં આવશે એટલે આવા કોઈ ડોકટર હોય એમને ખાસ ચેતી જવું. મળતી વિગત મુજબ આવા ડોક્ટર શરૂઆતમાં નાના સેન્ટર પસંદ કરી મોટી ફિયો વસૂલે જ્યા લોકો એમને ભગવાનનું સ્વરૂપ માને છે અને આદર કરે છે એનો આવા ડોક્ટર દુરુપીયોગ કરે છે તો જનતા પણ આવી બાબતો ધ્યાન માં લે એ જરૂરી છે અને જવાબદાર તંત્ર જો કડક વલણ દાખવ્યું તો પ્રજા માટે લાભ દાયી થશે. ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માં મેડિકલ અંતર્ગત જાગૃતિ આવે એ આવશ્યક છે.લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર ને સખ્ત સજા થાય એ પણ એટલુજ જરૂરી છે