મેષ રાશિફળ (Aries): આજે આર્થિક પક્ષ મજબૂત બની શકે છે. વ્યવસાયમાં તમને સારો એવો ફાયદો થશે. સન્માન, યશ, કિર્તીમાં પણ વધારો થવાનો યોગ દેખાઈ રહ્યો છે. લાંબા સમયથી અટવાયેલું કાર્ય આજે પૂર્ણ થઈ શકે છે. પ્રિયજનો સાથે મુલાકાત થઈ શકે છે. આજનો સમય વેડફશો નહીં. મહેનત અને અથાગ પરિશ્રમથી આજે તમને તમારા નસીબનો સંપૂર્ણ સાથ મળશે.
વૃષભ રાશિફળ (Taurus) : વેપાર ક્ષેત્રમાં ધાર્યો લાભ થવાથી આનંદિત રહેશો. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. વ્યવસાયમાં પરિવર્તનની યોજના બનાવી રહ્યા હોવ તો આ મામલે આજે આગળ વધવાનો દિવસ છે. પ્રતિયોગિતા પરીક્ષામાં સફળતા અને પારિવારિક ઉત્તરદાયિત્વ પૂર્ણ થશે. આજે શિક્ષણ અને પ્રતિયોગિતાના ક્ષેત્રમાં તમે સારી સફળતા મેળવી શકશો. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. તમારી વાતચીતની શૈલી તમને ખાસ સન્માન અપાવશે.
મિથુન રાશિફળ (Gemini) : સાંસારિક સુખ ભોગના સાધનોમાં વધારો થશે. સહયોગી કર્મચારીઓ કે કોઈ સંબંધીના કારણે તણાવ અને માનસિક કષ્ટ થઈ શકે છે. રૂપિયા પૈસાની લેણ દેણમાં ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ વ્યક્તિને ઉધાર આપતા પહેલાં સો વાર વિચાર કરજો. આજનો દિવસ પરોપકારમાં પસાર થશે. કાર્યક્ષેત્રમાં પણ તમારા પક્ષમાં કેટલાંક ફેરફાર થઈ શકે છે. તમે તમારા મિલનસાર વ્યવહારથી વાતાવરણને સામાન્ય બનાવવામાં સફળ રહેશો.
કર્ક રાશિફળ (Cancer) : આજે જીવનસાથીને આકસ્મિક શારીરિક પીડા થઈ શકે છે. જેના કારણે સ્વાસ્થ્ય સંબંધી તમારા ખર્ચામાં વધારો થઈ શકે છે. કોઈ પણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ પહેલાં તેના તમામ કાયદાકીય પાસાઓ પર ગંભીરતાથી વિચાર કરી લેજો. બપોર પછીનો સમય થોડો અનુકૂળ થતો દેખાશે. આજે મૂડી ભંડોળમાં વધારો થશે, સમજદારીથી સાથે કરવામાં આવેલું રોકાણ આજે સારો ફાયદો કરાવશે. તમને સલાહ છે કે, આજે તમે પારંપરિક ક્ષેત્રમાં પૈસાનું રોકાણ કરો. વ્યવસાયિક યોજનાઓને ગતિ મળશે.
સિંહ રાશિફળ (Leo) : આજે વૈવાહિક જીવન આનંદમય વિતશે. સંજોગોવસાત નાની-મોટી મુસાફરી કરવી પડી શકે છે. બિઝનેસમાં પ્રગતિથી ખુશીઓ મળશે. વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ શુભ છે. સાંજના સમયે હરવા-ફરવા દરમિયાન મહત્વની માહિતી મળવાની સંભાવના છે. માતા-પિતાની સલાહ-આશીર્વાદ તમને ફળશે. પરિવારના સભ્યો સાથે તમે સારો અને મનોરંજક સમય પસાર કરી શકશો.
કન્યા રાશિફળ (Virgo) : માનસિક પરેશાનીઓથી આજે તમે થોડી રાહત અનુભવી શકશો. વડીલો અને અધિકારીઓની કૃપાથી તમારી કોઈ ઈચ્છા આજે પૂરી થઈ શકે છે. પણ આજે તમે ખૂબ જ વ્યસ્ત રહેશો. ઓફિસની સાથે ઘરના કામકાજ પાછળ પણ ધ્યાન આપવું પડશે. ખોટા ખર્ચાથી બચજો. રાજકીય ક્ષેત્રમાં આજે આશા કરતા પણ વધારે સફળતા મળશે. સંતાનો પ્રત્યેની તમારી ફરજો નિભાવી શકશો.
તુલા રાશિફળ (Libra) : પ્રતિસ્પર્ધાના ક્ષેત્રમાં પણ તમે આગળ વધશો, અટવાયેલું કામ પૂરૂ થશે. આજે તમને પેટ સંબંધી એટલે કે પાચન સંબંધી કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આજે કોઈ પારિવારિક અટવાયેલાં કાર્યોને પૂર્ણ કરશો. જેથી ઘરમાં સુકૂન અને શાંતિનું વાતાવરણ રહેશે. તમારી પ્રતિભા અને યોગ્યતાનો સામાજિક વાતાવરણ ઉપર પોઝિટિવ પ્રભાવ પડશે.
વૃશ્ચિક રાશિફળ (Scorpio) : નસીબનો આજે સંપૂર્ણ સાથ મળશે અને બપોર સુધીમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. સાંજના સમયે કોઈ જૂના મિત્રોના પરિચિતનો સંપર્ક થશે. જેનાથી તમે પ્રફુલ્લિત રહેશો. અન્ય લોકોની મદદ કરવાના સ્વભાવના કારણે લોકો તમારી સાથે સરળતાથી જોડાઈ શકશે અને જ્યારે પણ મુશ્કેલીઓનો સામનો તમે કરશો ત્યારે તે લોકો તમારી સમસ્યાનું સમાધાન શોધવામાં મદદ કરશે.
ધન રાશિફળ (Sagittarius) :. ઉતાવળ અને ભાવુક થઈને લેવામાં આવેલો નિર્ણય આગળ જઈને તમને તકલીફ આપી શકે છે. આજે કોઈ ખાસ કામને સંપનન કરવા માટે તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા અને સંપર્ક સૂત્રો દ્વારા કોઈ એવી જાણકારી મળશે કે તમારા કામ સરળ થઈ જશે. સ્ત્રીઓ ઘર તથા વેપાર બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જાળવી રાખવામાં સક્ષમ રહેશે.
મકર રાશિફળ (Capricorn) : રાતના સમયે જીવનસાથીને કેટલીક સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ આવતા તમારૂ મન અશાંત થઈ શકે છે. જીવનમાં એક સમાન ઘટતી ઘટનાઓની શ્રૃંખલાને તોડવા માટે તમારે તમારી ઊર્જામાં ફેરફાર લાવવાની કોશિશ કરવી પડશે. જો તમે અલગ પરિણામ પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખો છો તો તમને કામમાં પણ ફેરફાર અંગે વિચારવું પડશે.
કુંભ રાશિફળ (Aquarius) : આખો દિવસ દોડધામના કારણે વાતાવરણની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. એટલે ખાસ કાળજી રાખજો. બનતા કાર્યોમાં વિઘ્ન આવશે. હાલ વર્તમાન પરિસ્થિતિના કારણે ધૈર્ય જાળવી રાખવું યોગ્ય છે. તણાવ લેવાથી પરિસ્થિતિઓ વધારે વિપરીત અનુભવ થઈ શકે છે. આ સમયે અન્ય લોકોની સમસ્યાઓથી દૂર રહો.
મીન રાશિફળ (Pisces) : . સ્વજનો પાસેથી સુખ મળશે, પરિવારમાં કોઈ શુભ કમ થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ જોવા મળશે. રચનાત્મક કાર્યોમાં મન લાગશે. વિપરિત પરિસ્થિતિ ઊભી થવાથી ગુસ્સા પર કાબૂ રાખજો. આજના દિવસનો મોટાભાગનો સમય પરિવારના લોકો સાથે કોઈ ખાસ યોજનાને લગતી ચર્ચા-વિચારણામાં પસાર થશે. કામ વધારે રહેશે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાથી આત્મિક સુખ પણ મળી શકે છે.