અબતક, રાજકોટ

રાજકોટમાં કોઠારિયા સોલવન્ટ ફાટક પાસે આવેલા સિગ્નલ નજીક ગત તા.28 ઓક્ટોબરના રોજ મનોજ પ્રતાપભાઇ વાઢેર (ઉ.વ.38) (રહે. સીતારામ સોસાયટી) કોઠારીયા સોલવન્ટ)ની લાશ મળી હતી ત્યારે પોલીસે ટ્રેન ઠોકરે આવી જતાં યુવાનનું મોત નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું પરંતુ તે બનાવ હત્યામાં પલટાયો છે. યુવાનને રાત્રે ડરાવનાં સપનાં આવતાં તેને ખૂનની કબૂલાત આપી હતી. જેથી પોલીસે તેના વિરુધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.

ટ્રેન ઠોકરનો બનાવ ખૂનનો નીકળ્યો: દારૂની પોટલી માટે યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

આ અંગે મળતી માહિતી મુજબ ગત તા.28ના મનોજનું ટ્રેન ઠોકરે ચડી જતાં મોત નીપજ્યુનું જાહેર થયું હતું. પરંતુ આમા રસપ્રદ ખુલાસા સામે આવ્યો છે જેમાં એક યુવાન ભૂવા પાસે ગયો હતો અને તેની પાસે હત્યાની કબૂલાત આપી હતી તેને વાત કરતાં ભૂવાને કહ્યું હતું કે, મારાથી એકની હત્યા થઇ ગઇ છે અને હવે મને રાત્રે ડરાવના સપનાં આવે છે.
અને તે મરણજનારનું ભૂત મને સપનામાં આવે છે અને તેનુ ભૂત કાઢવા માટે ભૂવાને વાત કરી હતી પરંતુ ભૂવાએ કહ્યું હતું કે માતાજી આમાં કંઇ જ ના કરે જે કરવાનું હોઇએ તે તારે જ કરવાનું રહેશે. જેથી યુવાન ઘરે આવી તેના પરિવારને વાત કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

જેથી પોલીસે મૃતકની પત્ની ફાલ્ગુનીની ફરિયાદ પરથી શખ્સ વિરુધ્ધ ગુનો નોંધ્યો છે. હત્યાના આધારભૂતમાં પોલીસમાંથી મળતી માહિતી મુજબ આરોપી પાસે દારૂની પોટલીઓ હતી જે મૃતકે માંગતા બંને વચ્ચે માથાકૂટ થઇ હતી. જેમાં શખ્સે મનોજને પથ્થરનાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો પરંતુ તેને ખબર ન હતી કે તેનું મોત નીપજી ગયું છે. તે સવારે આવ્યો ત્યારે તેને જાણવા મળ્યું હતું કે તેને પથ્થરના ઘા વાગતાં તેનુ મોત થયું છે. જેથી હાલ પોલીસે શખ્સ વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.