અબતક-અમદાવાદ
રાજ્યની શાળાઓમાં 22 નવેમ્બરથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવાનો છે ત્યારે તે પહેલા શાળાઓને કેટલીક સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. જે મુજબ જિલ્લા કક્ષાએ રહેતા શિક્ષકોએ વેકેશનમાં પણ ફડીયા શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય માટે પ્રેરિત કરવા જણાવ્યું છે.
આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ પ્રથમ સત્રમાં સતત ગેરહાજર રહ્યાં હોય તેવા વિદ્યાર્થીઓને અલગ તારવી તેમના વાલીઓનો સંપર્ક કરી તેમને નવા સત્રમાં રાબેતા મુજબ સ્કૂલમાં આવે એ માટે પ્રયાસ કરવા માટે પણ જણાવ્યું છે.રાજ્યની સ્કૂલમાં 1 નવેમ્બર થી 21 નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ત્યાર બાદ 22 નવેમ્બરથી રાજ્યની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનું પ્રારંભ થશે. નવા શૈક્ષણિક સત્રને લઇને શાળાઓને સુચનાઓ આપવામાં આવી છે. જેમાં જે શિક્ષકો જિલ્લામાં જ રહેતા તેવા શિક્ષકોએ વેકેશનમાં પણ ફડીયા શિક્ષણના ભાગરૂપે વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રેરિત કરવાના રહેશે.
બીજા શૈક્ષણિક ક્ષેત્રના પ્રારંભ સાથે વિદ્યાર્થીઓની પૂરતી હાજરી રહે એ માટે તાકીદ કરાય
લોકડાઉન વખતે પણ શિક્ષણના ખૂબ જ સારા પરિણામો આવ્યા હતા તેથી હવે વેકેશનમાં પણ તેનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે. પ્રથમ સત્ર ક્ષેત્રેમાં જે બાળકો સતત ગેરહાજર રહ્યાં હોય તેમને અલગ તારવી તેમના વાલીઓનો સંપર્ક કરવા માટે શાળાઓને સૂચના અપાઇ છે. આવા બાળકો ફરી શાળાઓએ રાબેતા મુજબ આવતા થાય તે માટે પ્રયાસ કરવા સુચના અપાઇ છે અને બીજા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે વિદ્યાર્થીઓની પૂરતી હાજરી રહે તે માટે ખાસ ધ્યાન રાખવા માટે તાકીદ કરવામાં આવી છે.