અબતક, નવીદિલ્હી
આગામી 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ઉત્તર પ્રદેશ ખાતે પણ ચૂંટણી યોજાશે તે પૂર્વે કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ એકલા હાથે લડશે અને કોઈપણ સહયોગી પક્ષ નો સહારો નહીં લે. તેમના આ નિવેદન બાદ ભાજપને જાણે દોડવું હતું અને ઢાળ મળી ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
પ્રતિજ્ઞા સંમેલનમાં 7000 કોંગ્રેસી કાર્યકરોને પ્રિયંકા ગાંધીનું સંબોધન
પ્રિયંકા ગાંધી દ્વારા પ્રતિજ્ઞા સંમેલન માં 7000 કોંગ્રેસી કાર્યકર્તાઓ અને સંબોધવામાં આવ્યા હતા અને તેઓએ ત્યાં હું કાર કરતા જણાવ્યું હતું કે ભાજપ પક્ષ લોકોના હકો અને ખરા અર્થમાં સ્વતંત્રતા નો મર્મ સમજી શક્યું નથી કારણ કે તેઓ ભારતની આઝાદી માટે લડ્યા નથી.
યુ.પીના રાજકારણ અંગે જો વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશમાં અનેક નામાંકિત રાષ્ટ્રીય અને સ્ટેટ પાર્ટી છે જેમાં સપા બસપા સહિત અનેક પક્ષો ચૂંટણી લડતા હોય છે પરંતુ મહત્વની વાત તો એ છે કે કોંગ્રેસના જનરલ સેક્રેટરી એટલે કે પ્રિયંકા ગાંધી દ્વારા જે વાત કરવામાં આવી છે કે કોંગ્રેસ પક્ષ વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે તેનું મુખ્ય કારણ એ છે કે જે સાથી પક્ષોનો લાભ કોંગ્રેસને મળવો જોઇએ તે ખરા અર્થમાં મળી શક્યો નથી. સાથોસાથ સ્થાનિક પક્ષો ની જે કાર્ય પદ્ધતિ થી લોકોને ઘણા પ્રશ્નો ઉભા થયા છે અને તે મુદ્દે કોંગ્રેસને સતત વર્તાય છે અને તે જોખમ પણ લેવા માંગતુ નથી.
અત્યાર સુધી કોંગ્રેસ દરેક સાથી પક્ષોને સાથે રાખીને જ ચૂંટણી લડયુ છે પરંતુ આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ડ્રેસ એકલા હાથે લડવાનો નિર્ણય લીધો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી ભાજપને પૂર્ણ રૂપથી ફાયદો થશે અને ભાજપને જે રીતે જોઈતું હતું તે રીતે તેઓને ઝાડ પણ મળ્યો છે. બીજી તરફ વિધાનસભાની ચૂંટણીની બાદ ભાજપ આવનારી 2024 ની ચૂંટણી માટે પણ પોતાની તૈયારી કરી રહ્યું છે જેમાં ચૂંટણીનો મુદ્દો મુખ્યત્વે દેશની આર્થિક સ્થિતિ અને આંતકવાદ વિરોધી ગતિવિધિઓનું પર નિયંત્રણ કઈ રીતે લાવવામાં આવે તે મુદદે ભાજપ પક્ષ લડી રહ્યું છે.