વસુધેવકુટુંબકમ… ની સાંસ્કૃતિક સભ્યતા ધરાવતા ભારતના ભાતૃભાવ થી સમગ્ર વિશ્વ અભિભૂત છે, વિશ્વ કલ્યાણ અને ક્યારેય કોઇનું અહિત ન કરવું, એભારતની મૂળભૂત સંસ્કાર સંસ્કૃતિ માનવામાં આવે છે ત્યારે અમેરિકન સૈન્ય ની ઘરવાપસી પછી અફઘાનિસ્તાન પર કબજો જમાવી સરકાર રચવાના દાવેદાર તાલિબાનો ને પણ હવે ભારતની સદભાવના સજ્જનતા અને ભાતૃભાવ નું મહત્વ સમજાયું છે, દાયકાઓથી ભારત અફઘાનિસ્તાન માટે હિતકારી મિત્ર રહ્યું છે, કુદરતી આફતો હોય કે આર્થિક સંકળામણ અફઘાનિસ્તાનને કાયમ ભારત જ મદદ કરતું આવ્યું છે.
અફઘાનિસ્તાનની સરકારો રાજદ્વારી આગેવાનો મદદલેવા અને સહકાર માટે ભારત ની પસંદગી કરતા આવ્યા છે, ભારત પણ અફઘાનિસ્તાનને પાડોશી અને એક વિકસિત રાષ્ટ્ર તરીકે તેની ઉન્નતિ માં રાજી થતું આવ્યું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સત્તામાં આવ્યા ત્યારે શપથવિધિમાં અફઘાનિસ્તાન ને આમંત્રણ આપીને અફઘાનિસ્તાનને એક આવવું સ્થાન આપ્યું હતું, હવેઅફઘાનિસ્તાનની બદલાયેલી રાજકીય પરિસ્થિતિ વચ્ચે તાલિબાનોએ દેશ પર કબ્જો કરી લીધો, ત્યારે અગાઉ ની ઘાની સરકાર સાથે મિત્રતા ધરાવતા ભારતને “દુશ્મન નો દોસ્ત દુશ્મન” ગણીને તાલિબાની આગેવાનોએ ભારત સામે શરૂઆત માઘુરકિયા કરવાનું શરૂ કર્યું હતું, પણ હવે તાલિબાનો માટે સરકારની માન્યતા આવશ્યક બની છે ત્યારે રાજદ્વારી રીતે વિચારતાં થયેલા તાલિબાની નેતાઓ ને ભારત નું મહત્વ સમજાઈ ચૂક્યું છે, અને કોઈના બાપ નું ન માને તેવી ગટર વિચારધારા મૂકીને તાલિબાની થિંક ટેન્ક દ્વારા બૌદ્ધિક રીતે સંપૂર્ણપણે ભારતને શરણે જવા ની નીતિ અપનાવીને તાલિબાનોએ પોતાની અઢારમી સદીની માનસિકતા અને કટ્ટરવાદી વલણ ત્યજવાની તૈયારી નો સૌ પ્રથમવાર પરિચય આપ્યો છે.
સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે ભારત જેવી રીતે ચાહે છે તેવી જ રીતે તાલિબાન અફઘાનિસ્તાનની ભૂમિને આંતરરાષ્ટ્રીય આંતકયોની પનાહ નું સ્થળ બનવા નહીં દે, તાલિબાનોનું આ વલણ એવા સમયે મહત્વનું બની રહ્યું છે જ્યારે તાલિબાન દ્વારા બનાવવામાં આવેલી “ઇસ્લામિક અમીરાત સરકાર”નેવિશ્વની માન્યતા ની જરૂરિયાત ઊભી થઈ છે, ભારત આરંભથી જ એક વાત પર અડગ હતું કે જો અફઘાનિસ્તાનમાં લોકતાંત્રિક ધોરણે સરકારની રચના કરવી હશે તો પોતાનો સહયોગ મળશે જ, એક તરફ પાકિસ્તાન અફઘાનિસ્તાનનો પ્રશ્ન સળગતો રાખી પોતાના રાજકીય રોટલા અને ભારતવિરોધી ગતિવિધિઓ તેજ કરવાની ફિરાકમાં છે, ચીનને પણ પોતાના વેપાર ઉદ્યોગ અને પ્રોજેક્ટ અફઘાનિસ્તાનમાં આગળ વધારવામાં જ રસ છે, અમેરિકાએ પણ અફઘાનિસ્તાનને રેઢું મુકી ચાલતી પકડી લીધી છે.
તેવી સ્થિતિમાં અફઘાનિસ્તાન માટે માત્ર ને માત્ર ભારત જ સાચાહિતકારી તરીકેની ભૂમિકા અદા કરી શકે તેમ છે આથી જ તાલિબાનોએ ભારતના વલણને સન્માન આપીને પોતાના તંત્રને આંતકવાદ થી દૂર રાખવાની જે રણનીતિ અપનાવી છે તે અફઘાન ના ફાયદામાં જ હશે, બીજા શબ્દોમાં કહીએ તો તાલિબાનોનેભારતની વાત માનીલેવાની અક્કલ દાઢ સમયસર જજ આવી હોવાનું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી આંતરરાષ્ટ્રીય સ્તરે તાલિબાનોને લોકતાંત્રિક બનાવી વૈશ્વિક આંતકવાદ થી દૂર કરવાના ભારતના આ પ્રયાસોની સફળતા થી ભારત ની વૈશ્વિક મંચ પર એક આગવી ઓળખ ઊભી થશે તેમાં બેમત નથી