સરકારી અનાજનો અધિકારીઓની સાઠગાંઠથી કરોડો રૂપિયાનો કારોબાર
જિલ્લા પૂરવઠા અધિકારીએ મીડિયા સમક્ષ મૌન સેવી લેતા અનેક સવાલો
અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડો રૂપિયાનો કાળો કારોબાર પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવતા હોવાની ચર્ચાએ જોર પકડયું છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જે ગરીબોના પેટમાં જઈ રહ્યું છે તે અનાજ બારોબાર વેંચી નાખવામાં આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે અને અનેક પ્રકારના આવા ગોડાઉન પણ સરકારી અનાજ ભરેલા મળી આવ્યા છે જેને લઇને ચકચાર મચી જવા પામ્યો છે.
જિલ્લા પુરવઠા કચેરીના મુખ્ય પુરવઠા નિરીક્ષક, લખતર મામલતદાર તથા સુરેન્દ્રનગર એલ.સી.બી ટીમના તા.11/11/2021 ના સંયુક્ત ઓપરેશનમાં બાતમીના આધારે લખતર-અમદાવાદ હાઇવે પર અન્નપૂર્ણા રેસ્ટોરન્ટની પાછળ, માહી દૂધ ડેરીની બાજુમાં આવેલ પ્રાઇવેટ ગોડાઉનમાંથી ગવર્નમેન્ટ ઓફ હરિયાણા/ગવર્નમેન્ટ ઓફ ગુજરાત/ગવર્નમેન્ટ ઓફ પંજાબના માર્કાવાળા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો ઘઉ, ચોખા અને ખાંડનો ગેરકાયદેસર જથ્થો જપ્ત કરવામાં આવેલ છે.
આ સંયુક્ત ઓપરેશનમાં 51,200 કિલોગ્રામ ઘઉ, 39,550 કિલોગ્રામ ચોખા તથા 100 કિલોગ્રામ ખાંડનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે. જપ્ત કરેલ જથ્થાની કૂલ બજાર કિંમત રૂપિયા 24,70,825 થાય છે. સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ અને પોલીસ દ્વારા હાલમાં આ બાબતે વધુ તપાસ હાથ ધરાઇ છે, તેમ વધુમાં જણાવાયું છે. અત્યારે હાલમાં અગાઉ કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું છે.
ત્યારે સુરેન્દ્રનગર પુરવઠા અધિકારીની સાઠ ગાંઠથી જિલ્લામાં કરોડો રૂપિયાનો સરકારી જથ્થો બારોબાર વેચી નાખવામાં આવતા હોવાની ચર્ચાએ જોર પકડયું છે તેને લઈને સરકાર મચી જવા પામ્યો છે. જ્યારે આ મામલે ગઈકાલે સાંજના સમયે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા મેળવવાનો પ્રયાસ કરવામાં આવતા પુરવઠા અધિકારી દ્વારા આ મામલે જિલ્લા કલેકટરને પણ કોઈપણ જાતની વિગત આપવામાં આવી હતી અને મૌન સેવી લેવામાં આવ્યું હતું તેને લઈને ચકચાર મચી જવા પામ્યો છે.