બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના મેમ્બર દિલિપ પટેલે હાઇકોર્ટના ચીફ જસ્ટિસને લખ્યો પત્ર
રાજ્યના મોટા શહેરોમાં અનુભવી ન્યાયાધીશોની નિમણૂક કરવા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર અને રાજકોટના જાણીતા એડવોકેટ દિલીપ પટેલે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારને રજુઆત કરી છે.દિલીપભાઈ પટેલે ગુજરાત વડી અદાલતના ચીફ જસ્ટિસને સંબોધી કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, ગુજરાતના ચીફ જસ્ટીસ તરીકે નિમણૂક થયાના થોડા જ દીવસમાં આપની કામગીરીથી ગુજરાતના વકીલો અને અરજદારો ખુબ જ પ્રભાવીત થયેલા છે. આપ હાઇકોર્ટે ચીફ જસ્ટીસ હોવા છતા ઝડપી કેસોના નિકાલ માટે મોડે સુધી કાર્ય કરો છો તે ખુબ જ આવકાર દાયક છે.
ગુજરાતના મોટા શહેરોમાં નવા જયુડી. મેજીસ્ટ્રેટો ઓછામાં ઓછા સાત વર્ષના અનુભવી હોય, તેમની નિમણૂક કરાવીથી ઘણા બાર અને બેન્ચના પ્રશ્નોનુ નિરાકરણ આવી જાય અને નવા જયુડી. મેજી.ઓને તાલુકા કક્ષામાં નિમણૂક આપવાથી જ્યાં કામનું ભારણ ઓછુ હોવાથી તેમનો અનુભવ થાય, જે ભવિષ્યમા ન્યાયધીશોને લાભદાયક નિવડે. તેમજ બહારના રાજ્યોના ન્યાયાધીશો નિમણુંકો થાય છે તે ગુજરાતી ભાષા સંપુર્ણ સમજતા ન હોવાથી વકીલો અને પક્ષકારો સાથે વિસંગતતા અને પોલીસ પેપર્સ, ચાર્જશીટ ગુજરાતીમાં હોવાથી સમજણ ફેર થતા ઘણી વખત ગેર સમજુતી ઉભી થાય છે.
ગુજરાતના ગામડાના પક્ષકારો અંગ્રેજી સમજતા ન હોવાથી દુવીધા અને અગવડતા ઉભી થાય છે.વધુ વિગત મુજબ ન્યાયાધીશો દ્વારા જામીનના હુકમો આગલે દિવસે જામીન અરજી સાંભળેલ હોય અથવા નીચેની અદાલતમાં સવારમાં સાંભળેલ હોય, તેવી જામીન અરજીના ઓર્ડર સાડા પાંચ વાગ્યે કરવાના બદલે બપોર સુધીમા કરવામાં આવે તો જે જામીન 5ર છુટેલા હોય તેવા આરોપીને જામીનનો હુકમ છતા જેલ બંધ થવાથી એક દીવસ વધારે જેલમાં રહેવાનો વારો આવે છે, તેનુ નિરાકરણ થાય તેવુ મારૂ માનવું છે.
હાઈકોર્ટના હુકમની રીટ ગુજરાતની કોર્ટમાં સમયસર મળતી ન હોવાથી જામીન 5ર છુટનાર આરોપીનો જેલવાસ લંબાઈ છે, જેના પરીણામે ગેર કાયદેસર ઈલીગન ડીસન્સનો ભોગ તેમને બનવું પડે તેવુ મારુ માનવુ છે. ચીફ જસ્ટિસને સંબોધી દિલીપભાઈ પટેલે જણાવ્યું કે, આપ વકીલોની સમસ્યા મુળમાંથી સમજો છો તેવું તાજેતરના આપની વહીવટી નિર્ણયોથી લાગી રહ્યા છે. વકીલોની પાયાની સમસ્યા સમજો છો અને નિરાકરણ લાવવા પ્રયત્નશીલ છો તેવુ અમે સમજતા હોય, વકીલોની વેદનાઓ આપને આ રજુઆતમાં કરી છે તે ધ્યાને લેવા વિનંતી કરાઈ છે.