ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવ્યું
રાજકોટમાં ખીજડીયાં ગામે રહેતા યુવાનને તેના પરિવારના સભ્યોએ કામ ધંધો કરવા અંગે ઠપકો દેતા લાગી આવતાં જેને ગત તા.9 ના ઝેરી દવા ગટગટાવી લ.ેતા તેને સારવાર અર્થે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ છે.
આ અંગે મળતી માહીતી મુજબ ખીજડીયા ગામે રૈયાભાઇ સંગરામભાઇ ખરગીયા (ઉ.વ.ર9) એ ગત તા.9 ના પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર અર્થે અત્રેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયા તેનું આજરોજ મોત નીપજયું હતું.
બનાવની જાણ કુવાડવા પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને પ્રાથમિક પુછતાછમાં જાણવા મળ્યું હતું કે, રૈયાભાઇને તેના પરિવારના સભ્યોએ કામ ધંધો કરવા માટે ઠપકો આપ્યો હતો જેનું મૃતકને માઠુ લાગી આવતા આ પગલું ભર્યુ હતું.