બન્ને પક્ષે મળી બે-ભાઇ સહિત ત્રણ સામે નોંધાતો ગુનો
જસદણના જીવાપર ગામે રહેતા અલ્પેશભાઇ ભીખાભાઇ રાઠોડે પાડોશમાં રહેતા વિજય માધુ રાઠોડે છરી વડે માર માર્યોની ફરીયાદ નોંધાવી છે.
જયારે સામા પક્ષે વિજય માધુભાઇ રાઠોડે અલ્પેશ ભીખા રાઠોડ અને જનક ભીખા રાઠોડે છરી વડે હુમલો કર્યાની ફરીયાદ નોંધાવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં અલ્પેશ રાઠોડના પિતા ભીખાભાઇ ભુવા હોય આથી વિજય અને મુન્ના નામના શખ્સ તેના વિષે ખરાબ વાતો કરતા બન્ને વચ્ચે થયેલી બોલાચાલીમાં છરી વડે હુમલો કર્યાનું ખુલ્યું છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણ તાલુકાના જીવાપર ગામે રહેતા અલ્પેશ ભીખા રાઠોડના પિતા ભીખાભાઇ માતાજીના ભુવા હોય આથી તેના માટે માતાજી વિષે વિજય રાઠોડ અને મુન્નો ખરાબ વાતો કરતા હોવાથી બન્ને આટકોટ પોલીસે બન્ને પક્ષે મળી ત્રણ શખ્સો સામે મારામારીની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.