સદી વટાવી ચૂકેલા કડવાભાઈ ભંડેરી આજે પણ અડીખમ…!
છ પુત્રો સહિત 101 સભ્યોના પરિવારમાં મહાલતા દાદા આજ પણ પ્રપ્રૌત્રો સાથે ગમ્મત કરે છે…ગામમાં
ખુશીનો માહોલ: કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે કડવાદાદાને પુષ્પમાળા પહેરાવી આશિર્વાદ લીધા હતા
અબતક, સંજય ડાંગર, ધ્રોલ
ધ્રોલ તાલુકાના હરીપર ગામ ના કડવાભાઇ ભગાભાઈ ભંડેરી આઝાદી પહેલા તમામ દિવસો થી માંડીને ગાંધીજી ના તમામ આઝાદીના ચડવળના તેમજ સાક્ષી બનેલા હોય તેમજ ગુલામી બાદ આઝાદીના દિવસો નજરે જોનારા કડવા બાપા આજે 107 વર્ષ થયા.. છતાં હજુ અડીખમ હોવાથી 101 સભ્યો અને પાંચ પેઢીઓનો ધરોબો ધરાવતા કડવા દાદાના જીવતુ જગતીયુ સમસ્ત હરીપર ગામના ભંડેરી પરિવાર તેમજ સુરતમાં વસવાટ કરતા પાટીદાર સમાજના આગેવાનો ભારે ઉત્સાહ માં આવીને ભવ્ય ઉજવણી કરવામાં આવતા ગામ અને તાલુકા માં સતાયુ વટાવી ચૂકેલા કડવા બાપા ભંડેરી અનોખી પ્રકારે ઉજવણી કરવામાં આવી હોવાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે.
ધ્રોલના હરીપર ગામે મંગળવાર વહેલી સવારે પાટીદાર સમાજના આગેવાનો સુરતથી વાહનોના કાફલા સાથે ઉમટી પડીને આઝાદી પહેલાના જેમણે અનેક ફિલ્મ ગીતો સાંભળ્યા છે તેઓ કડવા બાપા ભંડેરી ડી. જે. ના મ્યુઝિકના તાલે આજના આધુનિક ગીતો સાથે ભારે ધામધૂમપૂર્વક.. દિવસની ઉજવણીના સમયે સમસ્ત હરીપર ગામ લગભગ 1400 લોકોએ સાથે ભોજન લીધુ .. ગામ આખુ ધુવાણબંધ જમણવાર રાખવામાં આવ્યું હતું અને આ અવસર પર રાજ્ય કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ પણ કડવા બાપા ના આશીર્વાદ મેળવવા માટે હરીપર ગામ દોડી ગયા હતા.
અત્રે ઉલ્લેખીય નં કે ધ્રોલના હરીપર ગામના કડવાભાઇ ભગાભાઈ ભંડેરી હાલમાં 107 વર્ષના હોવા છતાં મોઢામાં દાંત સંપૂર્ણ સ્વચ્છ જીવન જીવી રહ્યા છે અને એક પણ પ્રકારની બીમારી ન હોવાથી આજે તેમના પરિવારમાં છ પુત્રો સૌથી મોટો પુત્ર જેરામભાઈ, વેલજીભાઈ, ધરમશીભાઈ, ઉકાભાઇ, હીરાભાઈ, મનસુખભાઈ, અને એક પુત્રી મળીને 101 સભ્યોનો પરિવાર ધરાવે છે… ડી.જે. ના તાલે કડવા બાજુની હતા આ રીતે સત્તા અને 10 દાયકા પોતાની નજરે નિહાળનાર કડવા દાદા જીવતા જગતીયુ.. ઉજવણી કરવામાં આવી હોવાનું એક યાદીમા જણાવ્યુ છે.