આ સંપાદન એમ્નીલના ઈન્જેક્ટેબલ ડ્રગ ઉત્પાદન માળખું અને ક્ષમતાઓને વધુ વિસ્તૃત બનાવશે-  ચિરાગ અને ચિન્ટુ પટેલ

અમદાવાદની પુનિષ્કા હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડને રૂપિયા 700 કરોડમાં અમેરિકાની દવા બનાવતી કંપનીએ હસ્તગત કરી લીધી છે. પુનિષ્કા હેલ્થકેરની ડોર હવે અમેરિકી કંપની એમ્નીલના હાથમાં છે. આ સંપાદન એમ્નીલના ઇન્જેક્ટેબલ ઉત્પાદન માળખા, ક્ષમતાઓ અને યુએસ બજારને ટેકો આપવા અને આંતરરાષ્ટ્રીય બજારો માટે પાયા તરીકે સેવા આપવા માટેની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે.

પુનિષ્કા હેલ્થકેર અમદાવાદમાં 2,93,000 ચોરસ ફૂટ જગ્યામાં દવા ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે. જેમાં સંખ્યાબંધ જંતુરહિત ઇન્જેક્ટેબલ ઉત્પાદન લાઇન છે. ઉત્પાદન ક્ષમતાઓમાં રોબોટિક, એસેપ્ટિક અને લાયોફિલાઈઝ લાઇન, ઇમલ્સન લાઇન અને મોટા-વોલ્યુમ પેરેંટરલ બેગ લાઇનની સુવિધા છે.

ઇન્જેક્ટેબલ ઉત્પાદન, R&D અને વ્યાપારીકરણમાં મુખ્ય ક્ષમતાઓ ધરાવતી એમ્નીલને આ સંપાદનથી પુનિષ્કાના 500 કરતા વધુ કર્મચારીઓનો પણ લાભ મળશે.  એમનીલના સહ અને મુખ્ય એક્ઝિક્યુટિવ ઓફિસર ચિરાગ અને ચિન્ટુ પટેલે કહ્યું કે આ એક્વિઝિશન એ એક મહત્વપૂર્ણ પગલું છે જે યુએસ માર્કેટ માટે અમારી ઇન્જેક્ટેબલ ક્ષમતાઓને અર્થપૂર્ણ રીતે વધારશે. અને ભારત સહિત આંતરરાષ્ટ્રીય વિસ્તરણને વધુ સક્ષમ બનાવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે પુનિસ્કાની ઉચ્ચ વોલ્યુમ અને જટિલ દવા ઉત્પાદનોનું ઉત્પાદન કરવાની ક્ષમતા એમ્નીલને અમારા મજબૂત પોર્ટફોલિયો અને પાઇપલાઇન પર નિર્માણ કરવામાં સક્ષમ બનાવશે અને અમારા ઇન્જેક્ટેબલ બિઝનેસમાં ઝડપી વૃદ્ધિમાં ફાળો આપશે, જે અમે આશા કરીએ છીએ કે 2025 સુધીમાં બમણાથી વધુ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.