રાફેલ સોદામાં વચેટીયાને 65 કરોડની લાંચ આપવામાં આવી હતી.
રાફેલ યુદ્ધ વિમાનોના સોદા અંગે ફ્રાન્સના મીડિયાપાર્ટ નામના એક ઓનલાઇન મેગેઝિને દાવો કર્યો હતો અને કહ્યું હતું કે આ સોદામાં વચેટીયાને 65 કરોડની લાંચ આપવામાં આવી હતી. આ મેગેઝિને પોતાના દાવામાં કહ્યું હતું કે રાફેલ વિમાનોનું ઉત્પાદન કરનારી ફ્રેન્ચ કંપની દસોલ્ટે પોતાનો સોદો નક્કી કરવા માટે વચેટિયા દલાલ સુસેન ગુપ્તાને નકલી બિલોની મદદથી ૭૫ લાખ યુરો એટલે ૬૫ કરોડની લાંચ આપી હતી અને તે અંગેની જાણકારી ભારતની સીબીઆઇ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને પણ હતી .
ક્યાંકને ક્યાંક એ વાત પણ સામે આવી રહી છે કે યુપીએ સરકારને ફરી રાફેલ મુદ્દે કીકબેક લાગી છે. આ પહેલા પણ ઓગસ્ટા વેસ્ટ લેન્ડ મા વચેટિયા ને રિશ્વત ખવડાવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો જે સમયગાળામાં રાફેલ મુદ્દે વિવાદો સામે આવ્યા તે સમયે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને ત્યારે રાહુલ ગાંધી પણ હાલની પ્રવર્તમાન સરકારે ઉપર રાફેલ મુદ્દે અનેક ટીકા-ટિપ્પણ કરી હોવાનું સામે આવ્યું હતું. પરંતુ હાલ જે નવો ઘટસ્ફોટ થયો છે તેનાથી એ વાત સામે આવી કે રાતે હોય કે ઓગસ્ટા વેસ્ટલેન્ડ હોય સર્વેમાં વચેટિયાઓને નાણાં આપવામાં આવેલા છે.
બીજી તરફ એ વાતનો પણ ખુલાસો થયો છે કે રાફેલ ખાંડમાં જે સુસેન ગુપ્તાને રિશ્વત આપવામાં આવી હતી તે જ વ્યક્તિ ઓગસ્ટા વેસ્ટ લેન્ડ માં પણ સમાવિષ્ટ થયો હતો. હાલ આ પ્રકારના લોકો મુખ્યત્વે સેક્સ સેવન દેશો માંથી નાણાંની લેવડદેવડ કરતા હોય છે જેથી કોઈપણ પ્રકારની આર્થિક તકલીફ નો સામનો તેઓએ ન કરવો પડે જેના ભાગરૂપે લાંચની રિશ્વત મોરેશિયસ ખાતેથી મેળવવામાં આવી હતી.
ભારતે ફ્રાન્સની કંપની પાસેથી ૩૬ રાફેલ વિમાનો ખરીદવા રુ. ૫૯૦૦૦ કરોડનો સોદો કર્યો હતો. જો કે આ અંગે ભારતના સંરક્ષણ મંત્રાલય તરફથી કે દસોલ્ટ કંપની તરફથી હાલ કોઇ પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. આ મેગેઝિને રવિવારે અન્ય એક રિપોર્ટમાં એમ પણ કહ્યું હતું કે જે ખોટા બિલો દ્વારા દસોલ્ટ કંપનીએ ભારતીય દલાલને લાંચ આપી હતી તે બિલની નકલ પણ તે પ્રસિદ્ધ કરી રહ્યું છે. મેગેઝિનના રિપોર્ટ અનુસાર આ આખો સોદો પાર પાડવા નકલી બિલો, ખોટા કોન્ટ્રાક્ટ અને કેટલીક ઓફશોર કંપનીઓની મદદ લેવામાં આવી હતી.
સોદો પાર પાડવા કમિશન પેટે જે રકમ નક્કી થઇ હતી તેનો મોટો ભાગ તો ૨૦૧૩ની સાલ પહેલાં જ ચૂકવાઇ ગયો હતો. સુસેન ગુપ્તા સાથે સંકળાયેલા એક બેંક એકાઉન્ટની વિગતો અનુસાર ડી નામની દસોલ્ટ કંપનીએ ૨૦૦૪ થી ૨૦૧૩ના સમયગાળા દરમ્યાન સિંગાપોરમાં કાર્યરત ઇન્ટરડયુ નામની એક શેલ કંપનીને ૧૪.૬ મિલિયન યુરોનું પેમેન્ટ કર્યું હતું. વાસ્તવમાં ઇન્ટરડયુ એક સેલ કંપની હતી જે કોઇપણ જાતનો ભૌતિક વેપાર-ધંધો કરતી નહોતી સઅને ગુપ્તા પરિવાર સાથે સંકળાયેલી એક વ્યક્તિ તે કંપનીનું સંચાલન કરતી હતી. ત્યારે હજુ પણ આ આ કેસમાં અનેક નામો ખુલવાની શક્યતા સેવાઇ રહી છે યુપીએ સરકારમાં આ પ્રકારના બે કોભાંડો બોલ્યા હોવાની પણ વાત સામે આવતા હત્યાના આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.