મનુ કવાડ,ગીર ગઢડા
સમગ્ર ગુજરાતવાસીઓ અને ગુજરાત બહારના લોકો પણ દીવને ખૂબ સારી રીતે જાણે છે. અત્યારે તહેવારોની સિઝનમાં દીવમાં દેશ વિદેશના પર્યટકો ફરવા આવતા હોય છે. ત્યારે દીવમાં ગીર ગઢડાના બીજેપી પ્રમુખ કાળુભાઈ રૂપાલા ફેમેલી સાથે ફરવા ગયા હતા. ત્યાં તેમની સાથે દિવ પોલીસના અધિકારી દ્વારા દૂર વ્યવહાર કરવામાં આવ્યો હતો.
ગીર ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ કાળુ રૂપાલાનુ ફેમિલી સુરતથી દિવ ફરવા આવ્યું હતું ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા દાદાગિરિ કરવામાં આવી હતી. કાળુભાઈની ગાડી રોકીને તપાસ કરી તમામ ડોક્યુમેન્ટ કંપલિટ હોવા છતા પણ પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી પૈસા ની માંગણી બીજેપી પ્રમુખ પાસે કરવામાં આવી હતી. જે ઈન્કાર કરતા પ્રમુખ ના ભત્રીજાને માર મારવામા આવ્યો હતો તેમજ ત્યાનુ દ્રશ્ય નજરે જોતા બીજા પર્યટકો સાથે પણ આવો જ વ્યવહાર કરવામા આવ્યો હતો.
આ અધિકારી નેમ પ્લેટ લગાવ્યા વિના ડ્યુટી કરે છે. તેને બહારથી આવેલ પર્યટકો અને બીજેપી પ્રમુખને ખોટી રીતે હેરાન કરીને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી હતી. બહારથી આવેલ અજાણ્યા પર્યટકો દુખી થઈને વહીવટ કરીને જતા રહેતા હતા જો આ બાબતમા દિવ પ્રસાશન ધ્યાન નહી આપે તો પોલીસ લખેલી સ્કોર્પીયો ગાડીમા ફરતાને અજાણ્યા પર્યટકોમા રોફ જમાવતા અને મહિલા સાથે દૂરવ્યવહાર કરનારા કર્મચારીઓના હિસાબે સરકારને પ્રસાશન બન્ને બદનામ થશે.