અબતક, રાજકોટ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આપણા દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીમાં વોકલ ફોર લોકલ અનુસંધાને આર્ટિસ્ટોને પ્રેરિત પ્રોત્સાહીત કરવા રેસકોર્ષ રીંગ રોડ ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ રંગોળી સ્પર્ધામાં અંદાજીત 300 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં અલગ અલગ ત્રણ થીમ જેવી કે આઝાદીનો અમૃત મહોત્સવ, મેરે સપના કા ભારત, સ્વચ્છ ભારત મિશન, એક જન આંદોલન, વેકિસનેશન મહાભિયાન જન સમુદાયનું સુરક્ષા કવચ આ ત્રણ થીમ પર સ્પર્ધકોએ રંગોળી બનાવી હતી અને વાતાવરણ રંગીન કરી દીધું હતું.
તેમાં રવીશા શર્મા અને નિયતિ હિરપરાએ વેકિસનેશન સાઇટના કયુ.આર. કોર્ડનો રંગોળીમાં સમાવેશ કરી દીધો છે. એટલું જ નહીં પરંતુ વેકિસનેશન સાઇટનો કયુ.આર. કોડ એટલો પરફેકટ બન્યો છે કે તેને સ્કેન કરતાની સાથે જ વેકિસનેશનની ૃર્વેબસાઇટ ઓપન થાય છે. આ રંગોળી બનાવતા બન્ને સ્પર્ધકોને ઘણો સમય લાગ્યો હતો સાથો સાથ આ રંગોળી સ્પર્ધામાં રાજકોટ રેલવે ડીવીઝનના અધિકારી અને તેમના પત્નિએ પણ ભાગ લીધો હતો. જેઓએ આઝાદી કા અમૃત મહોત્સવની થીમ પર રંગોળી બનાવી હતી.
એસ.એ.ડી.પી. એન્ડ કો સી.એ. કંપની તેમના કર્મચારીઓ દ્રારા વેકિસનેશનને લઇ લોકોમાં જાગૃતા આવે તે બદલ રંગોળીના પ્રદર્શન થતી અને રંગોળી સ્પર્ધામાં ભાગ લઇ જહેમત ઉઠાવી હતી.
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન સ્પર્ધક રવીશા શર્માએ જણાવ્યું હતું કે પ્રથમ વખત અમે રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો. ત્રણ થીમમાંથી અમે વેકિસનેશન મહાભિયાન વાળી થીમ પસંદ કરી હતી. તેમાં ઘણા ટોપીક હતાં. પરંતુ મારા પપ્પાને વિચાર આવ્યો કે વેકિસનેશન સાઇટનો કયુ.આર. કોર્ડની જ રંગોળી બનાવી. આ પાછળનો ઉદેશ્ય એ જ હતો કે હાલ કોરોના મહામારીમાં આપણે ધીમે ધીમે બેડ ટુ રૂટીન તરફ જઇ રહ્યા છીએ. વેકિસનેશન જ રામબાણ ઇલાજ છે.
પુરા દેશમાં 100 કરોડ ડોઝ અપાઇ ગયાં છે હજુ બાકી છે તે તમામ વેકિસન લઇ આપણે સુરક્ષિત થાય તેવા ઉદેશ્ય સાથે બનાવેલ મે અને મારી મિત્ર નિયતિ હિરપરા બન્નેએ સાથે મળી બનાવી છે. મને ખુબ જ ખુશી છે કે અમારી મહેનત રંગ લાવી જેવી રંગોળી બનાવવી હતી તેવી જ બની છે. લોકો અમારી રંગોળી જોઇ પુરા થાય છે અને અમને વોટ પણ આપી રહ્યાં છે.
રંગોળી દ્વારા જ લોકોને વેકિસનેશન લેવાની અપીલ: સિનિયર મેનેજર ક્ધિનરી જાડેજા
ઓડિટ મેનેજર મનાલી ચોલેરા અને સિનિયર મેનેજર કિન્નરી જાડેજાએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવે છે કે તેઓને તમામનો ખુબ જ સપોર્ટ રહ્યો છે અને કોરોનના કપરા સમયમાં વેક્સીન જ રામબાણ ઈલાજ છે તો એટલા માટે જ અમે અમારી રંગોળી વડે લોકોને વેક્સીન લેવાની પહેલ કરી છે અને સાથો સાથ 100 કરોડ વેક્સિનેશન ડોઝના શિખર સર કર્યું છે તે બદલ સરકારના અમે ખુબ ખુબ આભારી છીએ. અંતમાં લોકોને અપીલ કરવા માંગીશ કે રંગોળી ગમી હોય તો કયુઆર કોડ સ્કેન કરી જરૂર થી વોટ કરશો!
દર વર્ષે રંગોળી નિહાળતા આ વર્ષે ભાગ લીધો: સી.એ. સમીર ભૂપતાણી
સી.એ. સમીર ભૂપતાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી રાજકોટ સ્થિર ચાર્ટડ એકાઉન્ટની કંપની ધરાવી છીએ. અને અમે ત્રણ ભાઇ સંચાલન કરીએ છીએ. દર વર્ષે આરએમસી આયોજીત રંગોળી સ્પર્ધા અમો સ્ટાફ સાયે નિહાળવા આવતા હતા. પરંતુ અમારી જ કંપનીના કર્મચારીઓની ઇચ્છા હતી કે આ વર્ષે આપણે ખુદ આ રંગોળી સ્પર્ધામાં ભાગ લઇએ, કર્મચારીઓએ જે ઇચ્છા બતાવી આગ્રહ રાખ્યો કે આ વર્ષની ત્રણ થીમમાંથી વેકસીનેશનની થીમ પસંદ કરી રંગોળી બનાવી જેમાં અમારો કયુ.આર. કોડ સ્કેન કરી આપ વોટ કરી શકો છો.