અબતક રાજકોટ
રેલ્વે પરિવહન સુવિધા વધુ સુદ્રઢ બનાવવા અને મુસાફરોની સુવિધા વધારવા ની માંગ પૂરી કરવાના ઉદ્દેશ્યથી પશ્ચિમ રેલવે દ્વારા ૬ નવેમ્બર ૨૦૨૧ થી વાંકાનેર મોરબી વચ્ચે દરરોજની ડેમુ સ્પેશિયલ અને આરક્ષિત ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ દ્વારા દિવાળીની પૂર્વ સંધ્યાએ આ જાહેરાત કરી હતી
વાંકાનેર મોરબી વચ્ચે દરરોજની છ ડેમુ ટ્રેનો પ્રથમ ટ્રેન૦૯૪૪૨ મોરબી-વાંકાનેર સ્પેશિયલ સવારે આઠ ૦૮:૧૦ મોરબી થી રવાના થશે અને ૮:૫૫ વાંકાનેર પહોંચશે
બીજી ગાડી ૦૯૪૪૩વાંકાનેર થી ૯:૩૦ ઉપડશે અને ૧૦:૧૫ કલાકે મોરબી પહોંચશે
ત્રીજી ગાડી૦૯૫૬૪ મોરબી થી સવારે ૧૦:૧૫ કલાકે ઉપડશે અને ૧૧:૧૦ કલાકે વાંકાનેર પહોંચશે
ચોથી ગાડી ૦૯૫૮૫વાંકાનેર મોરબી સ્પેશિયલ ટ્રેન વાંકાનેર થી સાંજે ૧૬:૫૦ કલાકે ઉપડશે અને ૧૭:૩૫ મોરબી પહોંચશે
પાંચમી ગાડી ૦૯૫૮૬મોરબી વાંકાનેર સ્પેશિયલ દરરોજ મોરબી થી સાંજે ૧૭:૫૦કલાકે ઉપડશે અને ૧૮:૪૫ કલાકે વાંકાનેર પહોંચશે
છઠી ગાડી૦૯૪૩૯ વાંકાનેર મોરબી સ્પેશિયલ ટ્રેન દરરોજ વાંકાનેર થી ૧૯:૨૦ કલાકે ઉપડશે અને ૨૦:૦૫ કલાકે મોરબી પહોંચશે
આ તમામ ટ્રેનો બંને બાજુ નજરબાગ રફાળેશ્વર અને મકનસર સ્ટેશન ઉપર રોકાશે માત્ર મોરબી વાંકાનેર ડેમો સ્પેશિયલ ટ્રેન૦૯૪૪૨ રફાળેશ્વર સ્ટેશન પર નહીં રોકાય સાથે ટ્રેન નંબર ૯૪૧૧ વાંકાનેર મોરબી તથા ૯૪૪૪ મોરબી વાંકાનેર ડેમો સ્પેશિયલ ટ્રેનો ૬ નવેમ્બર ૨૦૨૧ થી સૂચના ન મળે ત્યાં સુધી હંગામી ધોરણે રદ કરવામાં આવી છે અલગ વિશેષ ટ્રેનો અને સમય અંગે વિસ્તૃત જાણકારી માટે મુસાફરોએ www.enquiry.indianrail.gov.in પર જઈને માહિતી મેળવી શકશે..
Trending
- ભારતીય પશુપાલન નિગમમાં 2200+ જગ્યાઓ માટે સીધી ભરતી! ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નજીક આવી ગઈ
- રેલવેના મુસાફરો માટે ખાસ! ટ્રેનોમાં 1000 કોચ જોડવામાં આવશે
- ગુજરાતના ખેડૂત જોગ
- ડાંગ જિલ્લાના સંતોકબા ધોળકીયા વિદ્યામંદિર માલેગામના વિધાર્થીઓને ટેબ્લેટ વિતરણ
- ઇન્ડોવેસ્ટર્ન લૂકમાં નાજુક નમણી લાગી કિંજલ રાજપ્રિયા
- વર્લ્ડ હેરિટેજ વીક 2024: કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ એટલે ધોળાવીરા
- અમદાવાદમાં 7 કલાક માટે સાબરમતી રિવરફ્રન્ટ રહેશે બંધ, જાણો કેમ અને કયા સમયે!
- શું તમે પણ એક સારા મોબાઈલ ની શોધમાં છો..?