ફોનવાલે ના ‘ફોન’ તસ્કરો ઉઠાવી ગયાં
પી.ઓ.પી. તોડી અંદર ધુસ્યા: શાતિર ચોર સીસી ટીવીના ડીવીઆર પણ ઉઠાવી ગયા
દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે. અને લોકો ખરીદી કરવા માટે પડા પડી કરી રહ્યા છે. ત્યારે તહેવારોના લાભ ઉઠાવી જાણે તસ્કરો બેફાર્મ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. શહેરમાં ગોંડલ રોડ પર આવેલ ફોનવાલે નામનાં મોબાઇલનાા શો-રૂમમાં રાત્રીના સમયે તસ્કરોએ ધુસી આશરે 100 જેટલા વધુ મોંધા ફોન ચોરી ગયા હતા અને સાથે 2.50 લાખ જેવી રોકડ પણ ઉઠાવી ગયા છે. બનાવની જાણ પોલીસને થતાં ડીસીપી ઝોન-ર એસીપી અને ક્રાઇમ બ્રાન્ચ સહીતની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો મુજબ શહેરમાં ગોંડલ રોડ પર આવેલ ફોનવાલે મોબાઇલ શો રૂમમાં રાત્રીના સમયે તસ્કરોએ ઉપરના ભાગે પીઓપી તોડી અંદર ધુસી આશરે 100 જેવા મોબાઇલની ચોરી કરી છે.
ઉપરાંત 2.50લાખ જેવી રોકડ પણ ચોરો ઉઠાવી ગયા હતા. શાતીર ચોરોએ સૌ પ્રથમ અંદર ધુસી સીસી ટીવીના ડીવીઆર ચોરી કર્યા હતા અને બાદ મોબાઇલના બોકસમાંથી મોબાઇલ કાઢી ઉઠાવી ગયા હતા. બનાવ અંગે માલવીયા પોલીસને જાણ થતાં કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ડીસીપી ઝોન-ર અને એસીપી સહીતના અધિકારો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસના અનુમાન પ્રમાણે ચોર કોઇ જાણભેદુ હોવાનું હાલ સામે આવી રહ્યુ: છે. કારણ કે ચોરને જાણ હતી કે ડીવીઆર કયાં રાખેલ છે. અને કયા સ્ટોરમાં મોબાઇલ ફોન રાખવામાં આવેલા છે.
કર્મચારીઓ સવારે આવી શો-રૂમ ખોલ્યો ત્યારે ચોરી અંગે જાણ થતાં બનાવની પોલીસમાં જાણ કરી હતી. હાલ માલવીયા પોલીસે આસપાસનાં સીસી ટીવી કુટેજ આધારે ચોરની ઓળખ મેળવવા અંગેવધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાંથી મળતી માહીતી મુજબ તસ્કરોએ બાજુમાં આવેલા મોબાઇલ શો રૂમ પણ ચોરીનાો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાંથી કંઇપણ ચોરી થયું ન હતું.
આશરે પ લાખની તસ્કરીની સંભાવના: ડીસીપી મનોહરસિંહ
ગોંડલ રોડ પર આવેો ફોનના શોરૂમમાં ચોરી અંગે ડીસીપી ઝોન-ર ને જાણ થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું ક. ચોરો મોડી રાત્રીના શો રૂમમાં ત્રાટકયા હતા અને ઉ5રથી પીઓપી તોડી નીચે આવી સીસી ટીવીના ડીવીઆર ઉઠાવી લીધા હતા. અને આશરે 100 જેવા ફોનની ચોરી કરી હતી અને 2.50 લાખ જેવી રોકડ પણ ચોરો તફડાવી ગયા છે હાલ ટીમ દ્વારા ગ્રાહકો અને કર્મચારીઓને પુછતાછ કરી ચોરની ઓળખ મેળવવા અંગેની તપાસ હાથ ધરી છે.