વિક્રમ સવંત ૨૦૭૭ ની વિદાય અને ૨૦૭૮ના આગમન ને વધાવવાના આ આનંદ ઉત્સવ નો માહોલ સમગ્ર સંસાર અને સમાજને નવપલ્લિત વિચારોથી લઈ આવનારા વર્ષ તે કરેલા સંકલ્પો પરિપૂર્ણ કરવા માટેની ઊર્જા પ્રદાન કરવાનું એક અવસર બની રહે છે, દિવાળી અને નવા વર્ષના અવસર માત્ર નવા કૅલેન્ડર ના આવિષ્કાર પૂરતું મર્યાદિત નથી દિવાળી અને નવા વર્ષના તહેવારો નો મર્મ રોજિંદા જીવન અને સમગ્ર જિંદગી સાથે ખૂબ જ ઘનિષ્ઠ રીતે જોડાયેલ છે, દિવાળીના તહેવારને પ્રકાશનું પર્વ કહેવામાં આવે છે અને નવા વર્ષના ઉજવણીના આનંદને નવા સંકલ્પો સિદ્ધ કરવા માટેની શક્તિ પ્રાપ્ત કરવાનો અવસર માનવામાં આવે છે.
નવા વર્ષના આગમન ને સહર્ષ ઉજવવાની આપણી સામાજિક અને સાંસ્કૃતિક તથા સમગ્ર માનવ જીવનને એક વિશિષ્ટ સંદેશો આપે છે, નૂતન વર્ષ આવકારવાનો અવસર માત્ર તહેવારોની ઉજવણી પુરતો નથી આવનાર વર્ષના પ્રકલ્પો પૂરા કરવા માટેનું મનોમંથન જૂની યાદો રૂઢિ રિવાજો અને નવાસમય ના આગમનને વધાવવા અને તેને અપનાવવાની તૈયારી કરવાનો એક અવસર છે.
આજે આધુનિક યુગમાં તહેવારોની ઉજવણી ખુબજ સરસ અને અતિ આનંદ આપતા સાધન અને રિવાજો સાથે વણાઈ ચુક્યું છે ચારે તરફ રોશની નવા સાજ-શણગાર અને ભેટ-સોગાદો થી સંબંધોને તાજા કરવાની એક વિશિષ્ટ વ્યવસ્થા એ માનવ જીવનમાં અવસરની એક આગવી ઓળખ ઉભી કરી છે, દિવાળી અને બેસતા વર્ષના તહેવારોમાં આનંદનો કોઈ પાર નથી, પરંતુ આ તહેવારોની ઉજવણીમાં આપણે એ વાત નું મનોમંથન કરતા ભૂલી ગયા કે આપણે જીવનમાં કંઈક મિસ કરી રહ્યા છીએ, આપણે કઈ વસ્તુ ચૂકતા જઈએ છીએ… બધું મળે છે.
પ્રાપ્ત કરવા માટે જીજ્ઞાસા છે તેના માટે પુરુષાર્થ કરવાની શક્તિ છે ,યોગ્ય પરિણામ લેવા માટે બુદ્ધિચાતુર્ય ના ભંડાર ભર્યા છે, તેવા સંજોગોમાં શું આપણે જોઈએ એ બધું મેળવી શકીએ છીએ,?મેળવી રહ્યા છીએ? કે કંઈક મિસ કરીએ છીએ? ફટાકડા ની આતશબાજી ,રોશની જાત જાતના પકવાન અને મીઠાઈઓ પ્રસાદ નો સ્વાદ આધુનિક ચીજ વસ્તુઓ ,અનુપમઉપહારના ખજાના આપણને શું ખરા અર્થમાં મનની શાંતિ આપે છે? હજારો ગ્રીટીંગ કાર્ડ અને હૃદયસ્પર્શી સંદેશા સાથેના મેસેજના આ વાવાઝોડામાં ક્યાંક હૃદય અને આત્માને સાચી આનંદની પલ આપતો કોઈની સાત્વિક સહાનુભૂતિ થીઆપણું હૃદય અને આત્મા ગદગદિત થઈ જાય છે? ઘણા એવા પ્રશ્નો હોય છે કે જેનો ઉત્ ર મળતો નથી, તહેવારોની ઉજવણી ભપકાદાર થાય છે.
સ્વજનોની લાગણીની કદર ના પ્રયાસો પણ થાય છે પણ ખરા અર્થમાં જો આપણે નવા વર્ષની ઉજવણી અને નૂતન વર્ષાભિનંદન નો ખરો આનંદ મેળવવો હોય તો આપણે આપણી જાતમાં જાખતા શીખવું પડશે, આપણે એ વાત શોધવી પડશે કે શું મિસ કરી રહ્યા છીએ? જ્યારે આપણને જીવનની આ ચૂક નું નિવારણ કરતા આવડી જશે ત્યારે ખરેખર આપણા જીવનમાં નવા વર્ષના આનંદનો સાચો અવસર આવશે .દિવાળી અને નવા વર્ષના તહેવારો જીવનમાં નવા પ્રકલ્પની સિદ્ધિ પ્રદાનકર્તા બની રહે તેવી તમામને શુભકામના