ધોરાજીનું મહાલક્ષ્મી માતાનું મંદિરની ભવ્ય ગાથા
ધોરાજીની દાયકાઓ જુના મહાલક્ષ્મી માતાના મંદિરે દિવાળીના તહેવારોમાં ભાવિકોની ભીડ જામી રહી છે. ધોરાજીમાં મહાલક્ષ્મી માતાજી ના મંદિર સર્વધર્મ સમભાવનું પ્રતિક બની રહ્યું છે. અહીંનું આ મંદિર મહાલક્ષ્મી માતાજી સપનામાં આવીને પ્રાગટયનો ઇતિહાસ ધરાવે છે.
ધોરાજી શહેરમાં અંદાજે 400 વર્ષ પહેલા રજવાડા ના વખતમાં એક મુસ્લિમ ઘાંચી જ્ઞાતિના વ્યક્તિને રાત્રિના સપનામાં હિન્દુ દેવી જેના હાથમાં કમળ હતું તે આવેલ અને ત્યારબાદ તેમણે તેમના મૌલવી કોને વાત કરી હિન્દુ વિદ્વાનોને મળતા સ્વપ્નમાં આવતા દેવી શ્રી મહાલક્ષ્મીજી છે તેવું નક્કી થયેલ અને ત્યારબાદ તે જગ્યાએ મહાલક્ષ્મીજી મંદિર નું સ્થાપન થયેલ અને દર દિવાળીએ અને નવરાત્રિમાં લાખો શ્રદ્ધાળુઓ આ મંદિરે દર્શનાર્થે આવે છે અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે અને વ્યવસ્થાપકો દ્વારા આ મંદિરે દિવાળીના તહેવારોમાં ચુંદડી કંકુની પડીકી તથા પ્રસાદી મફતમાં વહેંચવામાં આવે છે અને લાખો શ્રદ્ધાળુઓ શ્રી મહાલક્ષ્મીજી તથા તેમની સાથે બિરાજમાન ભદ્રકાલીજી અને અંબાજી માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને દરેક વેપારીઓ દિવાળીને દિવસે માતાજીના દર્શન કરીને ત્યારબાદ ચોપડા પૂજન કરે છે અને ત્યારબાદ બેસતા વર્ષના દિવસે દુકાન ખોલે છે અને બેસતા વર્ષના દિવસે શ્રી મહાલક્ષ્મીજી મંદિરે અન્નકૂટ ના દર્શન પણ થાય છે અને શ્રદ્ધાળુઓ અન્નકૂટની પ્રસાદી પણ મેળવી શકે છે આમ ધોરાજીમાં સ્વયંભૂ સ્થાપિત આ મહા લક્ષ્મીજી મંદિર ખૂબ જ પૌરાણિક છે અને લગભગ હિન્દુ જ્ઞાતિના તમામ લોકો શ્રી મહાલક્ષ્મીજી મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને પોતાની મનોકામનાઓ માનતાઓ પૂરી કરે છે.