નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ એ દિલ્હી એનસીઆરમાં જુના ડીઝલ-પેટ્રોલ વાહનો પર પ્રતિબંધના આદેશને યથાવત રાખ્યો છે. એનજીટીના આ આદેશથી કેન્દ્ર સરકારને મોટો ઝટકો લાગ્યો છે. કેન્દ્ર સરકારે એનજીટીમાં અપીલ કરી હતી કે, તે પોતાના આ આદેશને મોડીફાઈ કરે. એનજીટીના આ આદેશ બાદ હવે દિલ્હી-એનસીઆરમાં ૧૦ વર્ષ જૂની ડીઝલ ગાડીઓ અને ૧૫ વર્ષ જૂની પેટ્રોલ ગાડીઓ પર પ્રતિબંધ લાગી જશે.કેન્દ્ર સરકારે એનજીટીના આ આદેશને લઈને સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ કરી હતી. પરંતુ કોર્ટે ફરીથી આ મામલાને એનજીટીના પક્ષમાં જ નાખી દીધો છે. એનજીટી એ ૨૦૧૫ માં પોતાના અંતરિમ આદેશમાં આ વાહનો પર પ્રતિબંધ લગાવ્યો હતો.એનજીટીના આદેશ બાદ દિલ્હીમાં ગાડીઓના રજીસ્ટ્રેશન થવા પર પણ પ્રતિબંધ લાગી ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.