આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આદરવામાં આવી છે. ત્યારે ચૂંટણી પૂર્વે મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે માહિતી આપતા મ્યુ.કમિશનર વિજય ખરાડી એ જણાવ્યું હતું કે, મતદારો આગામી માસમાં શનિવારે-રવિવારે મતદાન મથક પર યાદીમાં ફેરફાર કે નામ ઉમેરવા જઈ શકશે.

ચૂંટણી પૂર્વે તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગે માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી દ્વારા મતદારોને આગામી આવનારા દિવસોમાં મતદાર યાદીમાં સુધારા તથા નવી યાદી કરવા અપીલ કરી હતી.

આગામી માસ નવેમ્બરના શનિ-રવિના રોજ મતદાન મથક પર મતદારયાદીમાં ફેરફાર કે નામ ઉમેરવા જઈ શકાશે. જેના અનુસંધાને આજે શનિવારના રોજ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જરૂરી વિગતો અંગે જામનગર મહાનગરપાલિકા કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.