પોલીસની સાત ટીમોની તપાસને મળી સફળતા: રૂા.16 લાખનો મુદ્ામાલ જપ્ત
ઉના સ્ટેન્ડમાં દસ દિવસ પહેલા વ્હેલી સવારે કર્મચારી પાસે રહેલા રૂા. 60 લાખની રોકડ-દાગીના ભરેલ કિંમતી થેલાની લુંટની ઘટના બની હતી. જે મામલે ટોકનીકલ સર્વેલન્સ થકી મળેલ માહિતીના આધારે પોલીસએ ચાર લુંટારૂઓને 16 લાખના રોકડ મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે લૂંટમાં સામેલ મુખ્ય સુત્રધાર સહિત ત્રણ શખ્સોને ઝડપી લેવા અને રૂ.44 લાખનો બાકીનો મુદામાલ રીકવર કરવા તપાસ ચાલુ છે. લુંટની ઘટનાના દિવસથી લઇ એએસપીના માર્ગદર્શન હેઠળ સાત ટીમો તપાસ હાથ ઘરી હતી.
આ અંગે પત્રકાર પરીષદમાં એસપી રાહુલ ત્રીપાઠીએ જણાવેલ કે, ઉનાની ઘટના બાદ છક્ષા એ એસપી ઓમપ્રકાશ જાટના નેતૃત્વમાં પોલીસની જુદી જુદી સાત ટીમો બનાવી તપાસ હાથ ઘરવામાં આવી હતી. જેમાં પોલીસને ઉના નજીકથી એક સફેદ કલરની સીલેરીયો કાર રેઢી મળી આવી હતી. જે કારની ડીટેઇલ પોકેટ કોપ સર્ચના આધારે મેળવતા લુંટમાં સામેલ શખ્સો અંગે મહત્વની જાણકારી મળી હતી. જેથી પોલીસની જુદી જુદી ટીમોએ સિધ્ધપુર અમદાવાદ, પાટણ, સાબરકાંઠા, મહેસાણા સહિતના જીલ્લામાં સ્થાનીક પોલીસની ટીમો સાથે મળી લુંટારૂઓની શોધખોળ હાથ ધરી હતી.
જેમાં જુદા જુદા સ્થળોએથી લુંટમાં સામેલ (1) બાબુસીંહ ઉર્ફે ભોપો મનુસીંહ ડાભી દરબાર રહે. વિરમગામ, (2) નરેશ ઉર્ફે રાણો પ્રહલાદભાઇ મોરસાડીયા ઠાકોર રહે.ડુમાણા(વિરમગામ), (3) જય ઉર્ફે જયલો અર્જુન માલવી લુહાર રહે.સિધ્ધપુર-પાટણ, (4) નિલેપ ઉર્ફ વિપુલ પ્રવિણભાઇ પરમાર રહે.સિધ્ધપુર-પાટણને રોકડા 3,12,84 લાખ, 33.50 લાખની કિંમતના હિરાના પાર્સલો, સેલેરીયો સને.2011 માં સુરેન્દ્રનગર જીલ્લામાં કાર કિ.રૂ.1 લાખ, મોબાઇલ-5 મળી કુલ રૂ.17.57 લાખનો મુદ્દામાલ ચારેય આરોપીઓ પાસેથી કબ્જે કરવામાં આવ્યો છે.
ઘટનાને અંજામ આપવામાં સાતેક લોકો સામેલ હોવાનું અત્યાર સુધીની તપાસમાં જાણવા મળેલ છે. તે પૈકી ચાર આરોપીઓ પકડાયા છે, જયારે મુખ્ય સુત્રધાર મૌલીકસીંગ સહિત ત્રણને પકડવા તપાસ ચાલુ છે. લૂંટમાં ગયેલ રોકડ અને હિરાના પાર્સલો પૈકીનો 44 લાખનો મુદામાલ રીકવર કરવાનો બાકી હોય જે માટે પણ તપાસ કરવામાં આવી રહી છે. મૌલીકસીંગ જ છેલ્લે કાર વાપરતો હોવાનું સામેલ આવેલ. તેને જ અન્યોને લુંટની ઘટનાને અંજામ આપવા તૈયાર કર્યા હોવાનું જાણવા મળેલ છે.
આ લૂંટમાં પકડાયેલ ચાર પૈકીનો આરોપી બાબુસીંહ ઉર્ફે ભોપો ડાભી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ભોપો અગાઉ થયેલ રૂ.4.50 લાખની લૂંટમાં પકડાયેલ હતો. તેમજ તેની સામે 2014 માં વિરમગામ પોલીસ સ્ટેશનમાં મારામારી તથા જુગારનો ગુનો નોંઘાયેલ છે.