મેષ

the-future-of-the-weekly-zodiac

કાગળ, શાહી તેમજ, પ્રિંટીંગ, સ્ટેશનરી સંબંધિત  ઉદ્યોગ તથા વ્યાપારનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  વકીલ, જજ, નોટરી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  સેલેબલ તથા જાહેર ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ પ્રતિકુળ રહેશે.  ખાનગી બેંકીગ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. સર્વિસ બિઝનેશના જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મીઓ તેમજ ખાનગી એકમના કર્મીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  આ સપ્તાહ દરમ્યાન  પરિવાર જનો  કે સગાં સાથે વાદ વિવાદના સંયોગો બને છે.  નિવૃત તથા ગૃહસ્થી, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. 3,4 નવે. સામાન્ય રહેશે.

 

વૃષભ

the-future-of-the-weekly-zodiac

નાનાં તેમજ  મોટા મોટા ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  અગ્નિ તત્વ સંબંધિત કોઈ ને કોઈ સમસ્યા તથા અકસ્માત આવવાની સંભાવના.  રંગ, રસાયણનાં ઉત્પાદકોથી લઈને  છુટક વ્યાપારના તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું ચડાવ ઉતારવાળું જણાશે.  અન્ય વ્યાપારીઓ માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ હળવું  ફાયદાકારક રહેશે. સરકારી કર્મચારી માટે મધ્યમ સપ્તાહ,  બદલી બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે સારુ સપ્તાહ.  મેડીકલ, ઔષધનાં છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે.  4 તથા 5  નવે. સામાન્ય નીવડશે.

 

મિથુન

the-future-of-the-weekly-zodiac

લઘુ, તથા  કુટિર, હસ્ત ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ લાભકર્તા નીવડશે સાથે ધંધા માટે નવાં સંપર્કો એવમ પ્રવાસનાં સંયોગો. અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો માટે સરેરાશ સપ્તાહ જથ્થાબંધ તથા દેશ-વિદેશ વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ તમામ જાતકો માટે સામાન્ય સપ્તાહ. પરિશ્રમ વાળા ધંધા વ્યાપાર માટે આ સપ્તાહ ખુબ ફાયદાકારક રહેશે.  ગોથે ચડી ગયેલા  કામકાજને યોગ્ય દિશા મળવાંનાં સંયોગો. માતા-પિતા સાથે હળવા મતભેદની સંભાવના. સરકારી કર્મચારીઓએ આ સપ્તાહે કાળજી લેવી. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ઠીકઠીક સપ્તાહ. ગૃહિણી તથા મહિલા કર્મચારી માટે  સાનુકુળ સપ્તાહ.  3 તથા 4 નવે.સામાન્ય રહેશે

 

કર્ક

004 1

લો  એન્ફોર્સમેંટ વિભાગનાં અધિકારીઓ માટે આ સપ્તાહ પણ દોડધામ વાળુ રહેશે. ખાનગી સેવા આપનાર તમામ શ્રેણીનાં ધારાશાસ્ત્રીઓ તથા તેને સંબંધિત  સેવા આપનાર તમામ જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે.  ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું એવમ સાનુકુળ જણાશે.  ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે આ સપ્તાહ પણ લાભદાયક જણાશે. પરિવાર તથા સ્નેહીઓ તરફથી સાથ સહકાર યથાવત. સુખ શાંતિમાં વધારો. નિવૃતો, ગૃહિણીઓ, વર્કીગ વૂમન, સંતાનો, વિદ્યાર્થી માટે આ સપ્તાહ લાભકર્તા નિવડશે. 6  નવે. અર્ધ મધ્યમ જણાશે.

 

 

સિંહ

the-future-of-the-weekly-zodiac

ફેબ્રીકેશંસનાં જાતકો, તથા મરીન એંજીનીયરીંગના જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નિવડશે.  અગ્નિ સંબંધિત ફુડ  બેવરેજીસ તથા રત્નાભુષણના વ્યાપાર તથા  ઉત્પાદન સાથે સંક્ળાયેલ જાતકો માટે આ  સપ્તાહ  સાનુકુળ નીવડશે. રસાયણ ઉદ્યોગ–વ્યાપારના જાતકો માટે સરેરાશ સપ્તાહ. ચિકિત્સા તથા ફાર્મસી ક્ષેત્રના જાતકો માટે લાભદાયી સપ્તાહ.  ઓદ્યોગિક એવમ વ્યાપારી એકમનાં જાતકો એવમ  સરકારી તથા અર્ધ સરકારી કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ઉતમ સપ્તાહ. અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને સંતાનો માટે આ સપ્તાહ સુંદર નીવડશે 1, 6 નવે. સામાન્ય રહેશે

 

કન્યા 

the-future-of-the-weekly-zodiac

સ્વગૃહી બુધ વાળા જાતકો માટે લાભદાયક સપ્તાહ. શૈક્ષણિક સંસ્થાઓનાં જાતકો માટે મધ્યમ સપ્તાહ. ટુર  ટ્રાવેલ્સ એજંસીઝ તથા હોટેલ જેવાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારી. તમામ પ્રકારના નાના મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ રહેશે.  સરકારી કર્મચારીઓ તેમજ અર્ધ સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવુ જણાશે. .  નિવૃત સરકારી કર્મચારીઓના જુનાં કામનો ઉકેલ આવવા સંભવ. પરિવાર સુખ કુટુંબ સુખ તથા મિત્રો દ્વારા સાથ સહકાર મળતો રહેશે.   1, 3 નવે. સાવ સામાન્ય નીવડશે.

 

તુલા

the-future-of-the-weekly-zodiac

આ સપ્તાહ,  શારીરિક તથા માનસિક એમ બન્ને રીતે સાનુકુળ અને ફાયદાકારક રહેશે. નાના નાનાં ઔદ્યોગિક એકમ તથા તમામ પ્રકારનાં  વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે.  ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. સરકારી કર્મચારી માટે અણધારી બદલી બઢતીના સંયોગો. પેંડીંગ રહેલા કાર્યો સફળતા સાથે પુરાં થશે. અવૈધ કે અવૈવાહિક સંબંધો વાળા જાતકો માટે ભાંડાફોડના સંયોગો. દાંપત્યજીવનમાં સંવાદિતા સર્જાવાનાં સંયોગો.સાસરા પક્ષ તરફથી સાથ સહકારનો અનુભવ થશે.  મહિલા કર્મી, ગૃહિણીઓ, નિવૃતો, ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે સાનુકુળ સપ્તાહ.  31 ઓકટો તથા 3 નવે. સાધારણ રહેશે

 

વૃશ્ચિક  

the-future-of-the-weekly-zodiac-8

ફેશન સંબધિત  ઔદ્યોગિક એવમ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. જાહેર ક્ષેત્ર તથા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ, પ્રતિકુળ રહેશે.  ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ અણધાર્યા ફાયદા કરાવશે. મધ્યમ કદના વ્યાપાર વણિજ, સર્વિગ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ લાભકારક રહેશે. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે આ સપ્તાહ સારુ રહેશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક. સંભાવના. પરિવાર સાથે સુમેળતા, સાથ-સહકાર યથાવત  રહેશે. મહિલા કર્મી, ગૃહિણીઓ, નિવૃતો તથા યુવા વર્ગ, ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે સાનુકુળ સપ્તાહ 2,4 નવેંબરનાં દિવસો મધ્યમ રહેશે.

 

ધન

009 1

આ સપ્તાહે   નિરાંત, શાંતિ તથા રાહત વળવાની  સંભાવનાઓ અનુભવાશે. દરેક પ્રકારના નાના મોટો ઔદ્યોગિક એકમનાં જાતકો તથા  વ્યાપાર વણિજ કે જથ્થાબંધ માલના એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ તેમજ નવી તકવાળું, લાભદાયક પણ  નીવડશે.  સખત પરિશ્રમ વાળા એકમના જાતકો માટે અનેક વિધ નવી તકો સાંપડશે. ઉદરનો જુનો કોઈ રોગ ઉથલો મારે તેવી સંભાવના. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સામાન્ય  રહેશે. ગૃહિણીઓ, નિવૃતો માટે હળવું ચડાવ ઉતાર વાળુ સપ્તાહ.  31 ઓકટોબરનો દિવસ જ સામાન્ય નીવડશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

 

મકર

010 1

આ સપ્તાહે  પન્નોતિનો  હળવો નકારાત્મક પ્રભાવ જણાશે, આથી શકય કાળજી રાખવી.  બીનજરુરી ઉતાવળ તથા ઉતાવળે બોલવાં પર સંયમ રાખવો.  જાહેર ક્ષેત્ર તથા શૈક્ષણિક સંસ્થાની વ્યક્તિઓએ ખાસ સાચવવું. બિઝનેશમાં ઉતાવળ  ન કરવી.  ઉદ્યોગ તથા વાણિજયના મોટા એકમના જાતકો માટે આ સપ્તાહ સુંદર નીવડશે. હેવી મશીનરીઝ કે હેવી વ્હીકલ્સ કે જાયંટ કોંટ્રાકટસ ના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે. સેવા-વ્યવસાયના જાતકો માટે સામાન્ય સપ્તાહ. સરકારી નોકરીયાત તથા ખાનગી ક્ષેત્રના કર્મી માટે આ સપ્તાહ સામાન્ય જણાશે. પરિવાર તથા સ્નેહીઓ વચ્ચે સંવાદિતા જળવાશે. 2 તથા 4 નવેમ્બરનાં દિવસો સામાન્ય રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

 

કુંભ

the-future-of-the-weekly-zodiac

આ સપ્તાહે પણ  આયુર્વેદીક- હર્બલ ઔષધિઓ, હર્બલ પ્રોડકટનાં ઉત્પાદક, વિક્રેતાઓ માટે લાભકારી નીવડશે. કુટિર ઉદ્યોગ તથા નાના ઔદ્યોગિક એકમના જાતકો માટે સાનુકુળ સપ્તાહ. વ્યાપાર-ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ હળવું સામાન્ય નીવડશે.  સરકારી તેમજ  અર્ધ સરકારી કર્મચારી વર્ગ માટે  ખર્ચા વધી જવાની સંભાવનાઓ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે પ્રમોશનનાં  સંયોગો.  સ્થાનીય કે દેશ -વિદેશના પ્રવાસના સંયોગો. સાથે  જુના ને પડતર પેંડીગ કાર્યો પૂર્ણ થઈ જવાંના સંયોગો. વર્કીંગ વૂમન, ગૄહિણીઓ, વિદ્યાર્થીઓ, નિવૃતો માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે.  3 તથા 5 નવેમ્બરનાં દિવસો સામાન્ય જણાશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

 

મીન

012 1

વાહનનાં બોડી બિલ્ડીંગ, ગેરેજ-રીપેરીંગ વર્કસ ક્ષેત્રે જોડાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ હળવુ લાભકારક નિવડશે.  તમામ કદનાં ઔદ્યોગિક એકમ એવમ જથ્થાબંધ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ  વ્યસ્ત તેમજ મધ્યમ લાભકારી નીવડશે. છુટક વ્યાપારી માટે આ સપ્તાહ હળવું સાનુકુળ જણાશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ  માટે આ સપ્તાહે  કામકાજનો બોજ રહેવાની શકયતાઓ.  કુટુંબ તરફથી સાથ સહકાર મળવાંનાં સંયોગો. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ તથા વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ  લાભદાયક નિવડશે. 4 તથા 6 નવેમ્બરનાં દિવસો જ  સાધારણ જણાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.