અબતક,રાજકોટ
પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી,રાજકોટ દ્વારા મોટરસાયકલ પ્રકારના વાહનો માટેની ૠઉં-૦૩-ખઉ સીરીઝ તથા અગાઉની સીરીઝના બાકી ગોલ્ડન તથા સિલ્વર નંબરોના રી ઇ-ઓકશન ટેકનીકલ કારણોસર હવેથી તા. ૧૨મી નવેમ્બરના રોજ કરવામાં આવનાર છે. ગોલ્ડન નંબર માટે ઓછામાં ઓછી ફી રૂ. ૮૦૦૦ જયારે સિલ્વર નંબર માટે ઓછામાં ઓછી ફી રૂ. ૩૫૦૦ રાખવામાં આવેલ છે.
પસંદગીના ગોલ્ડન તેમજ સિલ્વર નંબરો મેળવવા માટે તા. ૦૮/૧૧/૨૦૨૧ થી તા. ૧૦/૧૧/૨૦૨૧ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તા.૧૧/૧૦/૨૦૨૧ ના રોજ રાત્રીના ૧૨:૦૦ કલાક થી તા. ૧૨/૧૧/૨૦૨૧ ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ઓનલાઈન રી ઈ-ઓકશન ચાલુ રહેશે. ઓકસન પૂર્ણ થયે રી ઇ-ઓકશનનું તા.૧૨/૧૧/૨૦૨૧ ના રોજ રાત્રીના ૧૨-૧૫ કલાકે કોમ્પ્યુટરાઇ જનરેટેડ પરીણામ નોટિસબોર્ડ પર મુકવામાં આવશે જે પરીવહન સાઇટ પર ઓનલાઇન જોઇ શકાશે.
ઈ-ઓકશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારે ભરવા પાત્ર થતી રકમ દિવસ ૫ માં ઈ-પેમેન્ટ થી ભરી દેવી તેમજ હરરાજીમાં નિષ્ફળ ગયેલ ઉમદેવારને દિવસ પાંચમાં નાણા પરત કરવામાં આવશે. ઉપરોક્ત તારીખ સિવાય પસંદગીના નંબર માટે પૂછપરછ કરવા કચેરીનો સંપર્ક કરવો નહીં. જેની નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, રાજકોટ દ્વારા જણાવાયુ છે.