અબતક, શબનમ ચૌહાણ
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ પૂરતો બંદોબસ્ત હોવા છતાં પણ અવારનવાર આરોપીઓ ભાગી જવાના બનાવો ફસતત વધતા જઈ રહ્યા છે તેને લઈને ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે ખાસ કરી લીંબડી અને ધાંગધ્રા માં આવા પ્રકારના બનાવોની સંખ્યામાં વધારો થતાં ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે આજે વધુ એક આવો બનાવ સામે આવ્યો છે.
લીંબડી સિવિલ હોસ્પિટલમાં પોલીસ જાપ્તામાંથી આરોપી ભાગી જતાં ચકચાર મચી જવા પામ્યો છે જેને લઇને લીંબડી પોલીસની કામગીરી ઉપર અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે મળતી વિગત અનુસાર વહેલી સવારે મોરબી થી બળાત્કારના ગુનામાં પકડાયેલા આરોપી નિકુલ ને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ જાપ્તા સાથે લઈ જવામાં આવ્યો હતો.
તે સમયે પોલીસની નજર ચૂકવી અને લીબડીથી સિવિલ હોસ્પિટલમાંથી જ આરોપી ફરાર થઇ ગયો હતો. પોલીસ શોધી રહી હોય અને આરોપી નાસી છૂટ્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે કારણ કે આ બાબતે પોલીસ કામગીરી ઉપર પણ અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે પોલીસ પૂરતા પ્રમાણમાં હોવા છતાં પણ લીંબડી સિવિલ હોસ્પિટલમાં ચેકીંગ કામગીરી અર્થે લઈ જવામાં આવેલ આરોપી ફરાર થઇ ગયો હતો.
મોરબીમાંથી બળાત્કારના ગુનામાં ધરપકડ કરાયેલા આરોપી ને ચેકીંગ કામગીરી અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો પોલીસ જાપ્તા સાથે અને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે આરોપીને મોરબી ખાતેથી ઝડપી લઇ અને ચેકીંગ કામગીરી અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં પોલીસની નજર ચૂકવી અને આરોપી નાસી છૂટ્યો છે
ત્યારે આ બાબતે લીંબડી પોલીસ મથકના પી.એસ.આઇ ડીવાયએસપી સહિતનો સ્ટાફ કામે લાગ્યો છે અને આરોપીની ધરપકડ કરવા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ત્યારે આરોપી કઈ તરફ ગયો છે તે અંગે ગામમાંથી સીસીટીવી ફૂટેજ પણ પોલીસ દ્વારા મેળવવામાં આવી રહ્યા છે અને આધારે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.